ભારત સરકારના ઇન્ટેલિજન્સ બ્યુરો(IB),(ગૃહમંત્રાલય)માં IT/COM. ડિપ્લોમા/એન્જીનિયરીંગ પાસ ઉમેદવારો પાસેથી જુનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર ગ્રેડ–II/ટેક એટલે કે JIO-II/ટેક ની કુલ ૩૯૪ જગ્યાઓ માટે સીધી ભરતી માટે ભારતીય નાગરિકો પાસેથી ઓન લાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.
ઓન લાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં
આવે છે કે તેઓ એ અરજી કરતા પહેલા જે પોસ્ટ માટે અરજી કરે છે તેમા માંગવામાં આવેલ
વય મર્યાદા, લાયકાત વગેરેના સંદર્ભમાં પાત્રતા
માપદંડો પૂર્ણ કરતા હોવા જોઇએ જે ઉમેદવારો
આવી પાત્રતા પૂર્ણ કરતા હોય તેવા જ ઉમેદવારોએ MHAની વેબસાઇટ www.mha.gov.in અથવા NCS પોર્ટલ www.ncs.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
તમે અમારી વેબ સાઇટ www.jobsarakari.in ની પણ મુલાકાત લઇ શકો શકો છો.
Ø જુનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર ગ્રેડ–II કુલ જગ્યાઓ :
કુલ 394 જગ્યાઓ પર ભરતી થશે. આ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની સંભાવના રહેલી
છે.
|
જગ્યાઓની
સંખ્યાઓ |
UR |
EWS |
OBC |
SC |
ST |
TOTAL |
|
157 |
32 |
117 |
60 |
28 |
394 |
Ø જુનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર ગ્રેડ–II ના
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત :
·
સરકાર માન્ય યુનિવર્સીટી /સંસ્થામાંથી ઇલેકટ્રોનિક્સ અને ટેલિકોમ્યુનિકેશન અથવા
ઇલેકટ્રોનિક્સ અથવા ઇન્ફર્મેશન ટેકનોલોજી અથવા કમ્પ્યુટર સાયન્સ અથવા કમ્પ્યુટર
એન્જિનિયરિંગ અથવા કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં ડિપ્લોમાં અથવા
·
સરકાર માન્ય યુનિવર્સીટી /સંસ્થામાંથી ઇલેકટ્રોનિક્સ અથવા કમ્પ્યુટર
સાયન્સ અથવા ભૌતિકશાસ્ત્ર અથવા ગણિત સાથે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અથવા
·
સરકાર માન્ય યુનિવર્સીટી /સંસ્થામાંથી કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં સ્નાતકની
ડિગ્રી
Ø જુનિયર ઇન્ટેલિજન્સ ઓફીસર ગ્રેડ–II માં અરજી કરવા માટેની વય મર્યાદા :
અરજી કરવની તારીખે 18 વર્ષથી ઓછી નહી અને 27
વર્ષથી વધુ ન જોઇએ.
(ઉમેદવારોને સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે જેમ કે SC,ST ને પાંચ વર્ષ અને OBCના ત્રણ વર્ષની
રહેશે.)
Ø પગાર ધોરણ :
રૂ. 25,500 – 81,100 સુધી (પગાર સ્કેલ-4)મળવાપાત્ર રહેશે. ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ
લાભો મળવાપાત્ર થશે.
Ø પરીક્ષા પદ્વતિ :
પસંદગી પરીક્ષા ત્રણ
તબક્કામાં લેવામાં આવશે.
તબક્કો 1 : આ
પરીક્ષા MCQ પ્રકારની ઓનલાઇન લેવામાં આવશે . (જેમાં ખોટા
જવાબના નેગેટીવ માર્કિગ હશે ) જે 100 ગુણની લેવામાં આવશે.
તબક્કો 2 : આ
તબક્કામાં સ્કીલ ટેસ્ટ (કૌશલ્ય કસોટી) -
જે ટેકનિકલ તથા નોકરીને અનુરુપ હશે. જે ૩૦ ગુણ ની લેવામાં આવશે .
તબક્કો 3 : ઇન્ટરવ્યુ / પર્સનાલીટી ટેસ્ટ જે ૨૦ ગુણની રહેશે.
Ø પરીક્ષા ફી :
પરીક્ષા ફી રૂ/- 100 અને ભરતી પ્રક્રીયા
ચાર્જ 550/- ચૂકવાનો રહેશે. બધા ઉમેદવારોએ ભરતી પ્રક્રીયા ચાર્જ રૂ.550/- ચૂકવવાનો
થસે.
જ્યારે UR/EWS/OBC ના ઉમેદવારોને પરીક્ષા ફી રૂ.100 + ભરતી
પ્રક્રિયા ચાર્જ રૂ. 550 મળીને રૂ.650
ચૂકવવાના થશે.
Ø પરીક્ષા સેન્ટર :
ભારત ભરમાં કુલ ૧૪૭ સેન્ટર પરથી પરીક્ષાનું
આયોજન થશે.
ગુજરાત
રાજ્ય માટે નીચે મુજબ પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા છે.
૧. અમદાવાદ/ગાંધીનગર ૨. આણંદ ૩ મહેસાણા ૪.
રાજકોટ ૫. સુરત અને ૬. વડોદરા નો સમાવેશ
થાય છે.
Ø મહત્વની તારીખો :
અરજી
કરવાની શરૂઆતની તારીખ : 23/08/2025
અરજી
કરવાની છેલ્લી તારીખ : 14/09/2025
અરજી
ફોર્મ ફી ચલણથી ભરવાની છેલ્લી તારીખ : 16/09/2025
Ø નોંધ :
ઉમેદવારોએ અરજીફોર્મ ભરતા પહેલા ઓફિસલ જાહેરાત
જરૂરથી જોઇ લેવાની રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી જ આખરી ગણાશે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો