ગુરુવાર, 21 ઑગસ્ટ, 2025

Gyan Sahayak (Primary)Bharati 2025 જ્ઞાનસહાયક(પ્રાથમિક) ભરતી 2025


    ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને બીન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક ૧૧ માસના કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત વર્ષ ૨૦૨૫ અન્વયે મેરીટના ધોરણે ભરવાપાત્ર જગ્યાઓની પસંદગી યાદી તેમજ પ્રતીક્ષાયાદી તૈયાર કરવા માટે નીચે જણાવેલ શૈક્ષણિક તેમજ વ્યવસાયિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ શૈક્ષણિક લાયકાતો ફરજીયાત પણે માન્ય યુનિવર્સિટી/સંસ્થાઓમાંથી મેળવેલ હોવી જોઇએ. આ પ્રકારની નિયત લાયકાત ધરાવત ઉમેદવારોએ તા:૧૯/૦૮/૨૦૨૫ થી ૨૬/૦૮/૨૦૨૫ સુધી
http://gyansahayak.ssgujarat.org/  વેબસાઇડ પર મૂકવામાં આવેલ નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

    સરકારી નોકરીની જાહેરાતોની માહિતી અમારી વેબસાઇડ www.jobsarakari.in ની પણ મુલાકાત લો. જેમા રાજ્ય સરકાર અને કેન્ર્દ સરકારની નોકરીની જાહેરાતની સંપૂર્ણ માહિતી તમને માતૃભાષા ગુજરાતીમાં મળશે.  

ઓનલાઇન અરજી કરતા પહેલા નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લેવાની રહેશે.

જ્ઞાનસહાયક (પ્રાથમિક) ભરતી ૨૦૨૫માં શૈક્ષણિક લાયકાત:

    સરકારી અને બીન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમોની TET-2  પરીક્ષા લેવામાં આવેલ છે. તે પૈકી જે ઉમેદવારો જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇએ.(પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)

      ઉમેદવાર સરકારી અને બીન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત નિમણૂંક માટેની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઇએ.(પોર્ટલ પર વિષય મુજબ લાયકાતની યાદી ઉપલબ્ધ કરેલ છે.)

જિલ્લા પસંદગી અને સ્થળ ફાળવણી :

vઉમેદવારોએ અરજી કરતા સમયે જિલ્લા પસંદગી કરવાની રહેશે. જેમાં ઉમેદવારની કોઇપણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે.

vઉમેદવારોએ જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને માધ્યમની જગ્યાઓ માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે.

v ઉમેદવારોને જિલ્લા ફાળવણી અંગેની જાણ એસ.એમ.એસ.થી કરવામાં આવશે.

v ઉમેદવારોએ કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરીટ યાદી/પ્રતીક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.

v જિલ્લાવાર મેરીટ યાદી/પ્રતીક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે. જેના આધારે જિલ્લામાં હાલમાં તેમજ ભવિષ્યમાં પાડનાર ખાલી જગ્યાઓ પર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે.

v જિલ્લાના ડોક્યુમેન્ટ વેરીફીકેશન સેન્ટરની યાદી વેબસાઇટ પર મુકેલ છે.  

 જ્ઞાન સહાયક(પ્રાથમિક)ના ઉમેદવારોને ઉચ્ચક માનદ વેતન (માસિક):

સરકારી અને બીન સરકારી અનુદાનિત પ્રાથમિક  શાળાઓમાં જ્ઞાન સહાયકના ઉમેદવારોને માસિક ફિક્સ રૂ.૨૧૦૦૦/-માનદ વેતન મળવાપાત્ર થશે.  

જ્ઞાન સહાયક(પ્રાથમિક)ના ઉમેદવારોની વયમર્યાદા:     

ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અરજીની છેલ્લી તારીખે ૪૦વર્ષ રહેશે.

જ્ઞાન સહાયક(પ્રાથમિક)ની ભરતી ૨૦૨૫માં ભરવાપાત્ર જગ્યાઓ:

vજિલ્લવાર પડતી ખાલી જગ્યાઓના આશારે જિલ્લા કક્ષાએથી ખાલી જગ્યાઓ મુજબ મેરીટના ધોરણે જિલ્લામાંથી ઉમેદવારોને સ્થળ પસંદગી માટે બોલાવવામાં આવશે અને શાળા પસંદગી કરાવી શાળા ફાળવણીની તમામ પ્રક્રિયા જિલ્લા કક્ષાએ કરવામાં આવશે.

vઆ જાહેરાતમાં દર્શાવેલી પૈકી કોઇપલ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઇ પણ જગ્યા રદ કરાવનો સરકારશ્રીનો નિર્ણય આખરી ગણાશે.

જ્ઞાન સહાયક(પ્રાથમિક)ની ભરતીમાં કરારનો સમયગાળો :

જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક  શાળાઓમાં કામગીરીનો કરાર ૧૧ માસ સુધીનો રહેશે. ૧૧ માસનો કરારનો સમય પૂર્ણ થતાં કરાર આપોઆપ પૂર્ણ થયેલ ગણાશે.

Important Dates – જ્ઞાન સહાયક(પ્રાથમિક)ની ભરતી 2025 :

જગ્યાનું નામ

જ્ઞાન સહાયક ભરતી 2025

ઓનલાઇન અરજીફોર્મ ભરવાની   તારીખ

૧૯/0૮/૨૦૨૫

ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૨૬/0૮/૨૦૨૫

Important Links જ્ઞાન સહાયક(પ્રાથમિક)ની ભરતી 2025 :

મહત્વની લિંક

Link

વિભાગમાં ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇડ

http://gyansahayak.ssgujarat.org/

વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ 

www.jobsarakari.in

જ્ઞાન સહાયક(પ્રાથમિક)ની ભરતી 2025માં અરજીપત્રક ઓનલાઇન ભરવા માટેની અગત્યની સૂચનાઓ:

અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇડ પર મૂકવામાં આવેલ જાહેરાત માટેની સુચનાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.

vનિયત લાયકાત ધરાવત ઉમેદવારોએ તા:૧૯/૦૮/૨૦૨૫ થી ૨૬/૦૮/૨૦૨૫ સુધી  http://gyansahayak.ssgujarat.org/   ઓનલાઇન અરજી કરવાની રહેશે.

vઓનલાઇન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઇ વિચારણા કરવામાં આવશે નહી જેથી કાળજીપૂર્વક ઓનલાઇન અરજી કરવાની રહેશે.

v ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.

v ઉમેદવારોએ  અરજીપત્રકમાં પોતનો ચાલું મોબાઇલ નંબર આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રીયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રાખવો. જેથી જરૂરીયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય.

v ઓનલાઇન ફોર્મ ભર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇડ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને જરૂર પડેથી રજૂ કરવાની રહેશે.

v આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષાયાદી તૈયાર કરવાનો છે. જેથી ફોર્મ ભર્યેથી નોકરી મળી જ જશે તેવું માનવું નહી.

v નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવાનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવારો કોઇપણ પ્રકારના હક્ક દાવો કરી શકશે નહી અને આ અંગે કોઇપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં

v કમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.

v ઉમેદવારોએ ઓનલાઇન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રીયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે.

v જે ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે કાર્યરત છે અથવા ફરજ બજાવેલ છે તે ઉમેદવારોએ પોતે બજાવેલ કામગીરી અંગે સંતોષકાર કામગીરી બાબતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

v અરજદારે પોતનું ઇ-મેઇલ આઇ.ડી અને મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે અને ભરતી અંગેની પ્રક્રીયાની વખતોવખતની જાણ અરજદારને એસ.એમ.એસ.થી કરવામાં આવશે.

v સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે અને કોઇપણ સંજોગોમાં આપેલ માહિતી ખોટી, અધુરી કે ભૂલભરેલી હશે તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે.

v અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઇ, તેના દરેક પાનાં પર સહી કરવાની રહેશે. અને જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરવાની રહેશે.

vજે ઉમેદવરો રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત આભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્ર ધરાવે હશે. તેઓને નિમણૂક આપતાં પહેલાં અસલ પ્રમાણપત્રોની ખરાઇ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નિયમોનુસાર કર્યા પછી જ નિમણૂક માટે પાત્ર ઠરશે. લાયકાતના પ્રમાણપત્રો બનાવટી હશે તો નિયમિનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.    

મહત્વની નોંધ :

     ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

                                                                                                    

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ હેઠળના ડાયેટીશીયન, કુલ ૧૬ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગ નિયંત્રણ હેઠળના તબીબી શિક્ષણ હસ્તકના ડાયેટીશીયન , વર્...