સોમવાર, 15 સપ્ટેમ્બર, 2025

ભારતીય રીઝર્વ બેન્ક (RBI) ભરતી ૨૦૨૫માં ઓફીસર ગ્રેડ Bની કેડરમાં ભરતી


            ભારતીય રીઝર્વ બેન્ક
(RBI) ભરતી ૨૦૨૫માં  ઓફીસર ગ્રેડ Bની કેડરમાં    ભરતી કરવા માટે સત્તાવાર રીતે જાહેરાત બહાર પાડી છે. જેમાં જનરલ, આર્થિક અને નીતી સંશોધન વિભાગ (DEPR) અને આંકડા અને માહિતી વ્યવસ્થાપન વિભાગ (DSIM) કેડરમાં કુલ 120  જગ્યાઓ માટે સીધી ભરતી કરવા માટે જગ્યાને અનુરૂપ લાયકાત ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

ઓનલાઇન અરજી કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે જે પોસ્ટ માટે અરજીઓ મંગાવવામાં આવેલ તે પોસ્ટ માટે ઓફિસલ જાહેરાત મુજબની વય મર્યાદા, લાયકાત વગેરેના સંદર્ભમાં  પાત્રતા  માપદંડો પૂર્ણ   કરતા હોવા જોઇએ જે ઉમેદવારો આવી પાત્રતા પૂર્ણ કરતા હોય તેવા જ ઉમેદવારોએ RBI Bankની વેબસાઇટ www.rbi.org.in  દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તમે સરકારી વિવિધ ભરતીઓની માહીતી માટે અમારી વેબસાઇટ www.jobsarakari.in ની પણ મુલાકત લઇ શકો છો.

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫ કુલ જગ્યાઓ :

કુલ ૧૨૦ જગ્યાઓ પર ભરતી થશે. કેટેગરી પ્રમાણે જગ્યાઓની નીછે પ્રમાણે છે

જગ્યાનું નામ

કુલ જગ્યાઓની સંખ્યા

GEN/UR

EWS

OBC

SC

ST

TOTAL

1

ઓફીસરગ્રેડ B(DR)

General Cadre

35

08

19

15

06

83

2

ઓફીસરગ્રેડ B(DR)

DEPR Cadre

06

01

02

04

04(4)

17

3

ઓફીસરગ્રેડ B(DR)

DSIM Cadre

10

01

03

02(2)

04(4)

20

કુલ

51

10

24

21(2)

14(8)

120

આ જગ્યાઓની સંખ્યામાં વધઘટ થવાની સંભાવના રહેલી છે.

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫ શૈક્ષણિક લાયકાત :

 

પોસ્ટનું નામ

લાયકાત

ગ્રેડ B (DR)-જનરલ

કોઇ પણ વિદ્યાશાખામાં ૬૦ ટકા ગુણ સાથે સ્નાતક અથવા ૫૫ ટકા ગુણ સાથે અનુસ્નાતક

ગ્રેડ B (DR) DEPR

૫૫ ટકા ગુણ સાથે  અનુસ્નાતક ડિગ્રી

ગ્રેડ B (DR) DSIM

આંકડાશાસ્ત્ર/ગણિત/ડેટા સાયન્સ/એઆઇ/બિગ ડેટામાં અનુસ્નાતક ડિગ્રી ૫૫ ટકા ગુણ સાથે  

નોંધ: શૈક્ષણિક લાયકાત માટે ઓફિસલ જાહેરાતને જરૂરથી જોવાની રહેશે.

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં વય મર્યાદા :

અરજી કરવાની તારીખે 21 વર્ષથી ઓછી નહી અને 30 વર્ષથી વધુ ન જોઇએ  

(અહીં SC,ST- + 5 વર્ષ અને OBC - + ૩ વર્ષ તથા PwBD + 10+ 15 , એમ.ફીલ/ પી.એચ.ડી + 2 વર્ષ /+ 4 વર્ષ  સરકારના નિયમ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળશે)

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં પગાર ધોરણ :

રૂ. ૭૮,૪૫૦ – ૧,૪૧,૬૦૦ સુધી મળવાપાત્ર રહેશે. ઉપરાંત વિવિધ લાભો મળવાપાત્ર થશે.

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં પરીક્ષા પદ્વતિ :

પસંદગી પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવશે.

તબક્કો 1 : આ પરીક્ષા ઓનલાઇન લેવામાં આવશે .

તબક્કો 2 : લેખિત પરીક્ષા રહેશે .

તબક્કો 2 : ઇન્ટરવ્યુ / પર્સનાલીટી ટેસ્ટ 

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં પરીક્ષા ફી :

·         SC/ST/ PwBD પરીક્ષા ફી રૂ/- 100 + 18 ટકા જીએસટી સાથે ચૂકવાની રહેશે.

·    જ્યારે GEN/EWS/OBC ના ઉમેદવારોને પરીક્ષા ફી રૂ.850 + 18 ટકા જીએસટી સાથે ચૂકવાની રહેશે.

·         બેન્કના કર્મચારીઓ માટે ફી ભરવામાંથી મુક્તી મળેલ છે.  

Ø RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં પરીક્ષા સેન્ટર :

 ભારત ભરમાં અલગ - અલગ સેન્ટર પરથી પરીક્ષાનું આયોજન થશે.

ગુજરાત રાજ્ય માટે નીચે મુજબ પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યા છે.

૧. અમદાવાદ/ગાંધીનગર ૨. આણંદ ૩ મહેસાણા ૪. રાજકોટ ૫. સુરત ૬. વડોદરા ૭. જામનગર અને ૮. ભાવનગર નો સમાવેશ થાય છે. 

Ø  RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં મહત્વની તારીખો :

અરજી કરવાની શરૂઆતની તારીખ : 10/09/2025

અરજી કરવાની છેલ્લી તારીખ : 30/09/2025

પ્રથમ તબક્કાની પરીક્ષા (ગ્રેડ B (DR)-જનરલ) : 18/10/2025

બીજા તબક્કાની પરીક્ષા (ગ્રેડ B (DR)-જનરલ) : 06/12/2025

પ્રથમ તબક્કાની પરીક્ષા (ગ્રેડ B DEPR/DSIM) : 19/10/2025

બીજા તબક્કાની પરીક્ષા (ગ્રેડ B DEPR/DSIM) : 07/12/2025

અરજી ફોર્મ ફી ચલણથી ભરવાની છેલ્લી તારીખ : ૩૦/09/2025

RBI ગ્રેડ B ઓફીસર ભરતી ૨૦૨૫માં મહત્વની વેબસાઇટ:

1.    www.rbi.org.in

2.   www.jobsarakari.in

નોંધ : જાહેરાતમાં આપવામાં આવેલ જગ્યાઓ પર અરજી કરવા માગતા ઉમેદવારોએ ઓફિસલ વેબસાઇટ પર જઇને જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ અરજી કરવાની રહેશે.

        

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

    

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા   ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર , વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યા...