દિવ્યાંગ ઉમેદવારો માટે ગુજરાતમાં GSSSB રોયલ્ટી ઇન્સપેક્ટર ભરતી ૨૦૨૫ કુલ ૨ જગ્યાઓ માટે ઓનલાઇન અરજી મંગાવવામાં આવે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા દિવ્યાંગ
ઉમેદવારો માટે રોયલ્ટી ઇન્સપેક્ટર
વર્ગ -૩ ની નવી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી ગુજરાત સરકારના
ઉદ્યોગ અને ખાણ વિભાગ ના નિયંત્રણ હેઠળના ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ કમિશ્નર ની
કચેરી માટે કરવામાં આવનાર છે.
આ ભરતી માટેની અરજી OJAS વેબસાઇટ
મારફતે કરી શકો છો. તા.૦૧/૦૯/૨૦૨૫ (બપોરના
૧૭:૦૦ કલાક) થી તા.૧૦/૦૯/૨૦૨૫ (સમય રાત્રિના ૨૩:૫૯ કલાક સુધી) દરમિયાન ઓનલાઇન
અરજીઓ મંગાવવામાં આવેલ છે.
પરીક્ષા ફી :
અનામત વર્ગના (દિવ્યાંગ) ઉમેદવારો માટે પરીક્ષા ફી રુ.૪૦૦/- રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારને
પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે. પરીક્ષા ફી ઓનલાઇન કરવાની છેલ્લી તા. ૧૨/૦૯/૨૦૨૫ (ક.
૨૩:૫૯) છે.
અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારે ભુસ્તર શાસ્ત્રમાં અથવા એપ્લાઇડ ભુસ્તરશાસ્ત્રમાં ઓછામાં ઓછા ૫૫
ટકા ગુણ સાથે અનુસ્નાતક ની ડિગ્રી અથવા
ભારતમાં કેન્દ્ર અથવા રાજ્ય સરકાર માન્ય કોઇ પણ યુનિવર્સિટીમાં ખાણકામ એન્જિનિયરિંગમાં
ઓછા માં ઓછા ૫૫ ટકા ગુણ સાથે પાસ કરેલ હોવા જોઇએ
ઉમેદવારોને ગુજરાતી તથા હિન્દી ભાષાનું જ્ઞાન તથા કોમ્યુટરનું મુળભુત જ્ઞાન
હોવું જોઇએ.
વય મર્યાદા – નાગરીકતા :
ઉમેદવાર ૧૮ થી ૩૭ વર્ષ સુધીની વયના
હોવી જોઇએ તથા અનામત ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ છુટછાટ આપવામાં આવશે.
જે તા ૧૦/૦૯/૨૦૨૫ ની સ્થિતિએ ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવાર ભારતના નાગરીક હોવા જોઇએ.
પગાર ધોરણ :
પ્રથમ પાંચ વર્ષ માટે રુ. ૪૯,૬૦૦/-
ફિકસ પગાર તથા પાંચ વર્ષની સંતોષ કારક ફરજ બાદ રુ. ૩૯,૯૦૦/-
થી રુ. ૧,૨૬,૬૦૦/- ના પગાર ધોરણમાં
નિયમિત નિમણુંક આપવામાં આવશે.
પરીક્ષા પધ્ધતિ :
પરીક્ષા પાર્ટ A તથા પાર્ટ B એમ
બે ભાગમાં MCQ પ્રકારની લેવામાં આવશે. જેમાં પાર્ટ A માં ૬૦ પ્રશ્નો તથા પાર્ટ B માં
૧૫૦ પ્રશ્નો એમ કુલ ૨૧૦ પ્રશ્નો હશે. તથા બંને માટે ૩ કલાક નો સમય મળશે. MCQ
નેગેટીવ માર્કિગ સીસ્ટમ હશે. પરીક્ષાનો અભ્યાસક્રમ શૈક્ષણિક લાયકાત
મુજબના રહેશે.
અરજી ફોર્મ ભરવા માટે OJAS વેબસાઇટ ઉપર
જઇ જરુરી માહિતી સાથે ફોર્મ ભરવાના રહેશે. તથા રોયલ્ટી ઇન્સપેક્ટર વર્ગ -૩ ની પરીક્ષાને
લગતી માહિતી ગુજરાત સરકારની ગૌણ સેવા પસંદગી મંડળ(gsssb) સાઇટ ઉપર સમયાંતરે મુકવામાં આવશે
વધુ માહિતી માટે OJAS વેબસાઇટ વિઝિટ કરો.
નવી ભરતીની માહિતી માટે અમારી વેબસાઇટ www.jobsarakari.in ફોલો કરો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો