બુધવાર, 20 ઑગસ્ટ, 2025

State Bank of India Recruitment of Junior Associates 2025

      


 સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાં જુનિયર એસોસિયેટ
SBI (ગ્રાહક સહાય અને વેચાણ) તરીકે ક્લાર્ક કેડરમાં નિમણૂક માટે લાયક ભારતીય નાગરીકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. ઉમેદવારો ફક્ત એક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રાદેશિકમાં ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ ભરતી પ્રોજેક્ટ હેઠળ ઉમેદવારો ફક્ત એક જ વાર પરીક્ષા આપી શકે છે. ઉમેદાવારો જે રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશની ખાલી જગ્યા માટે અરજી કરતા હોય તે રાજ્યની પ્રાદેશિક ભાષામાં વાંચન, લેખન, બોલતા, અને સમજણમાં  નિપૂણ હોવા જોઇએ. પસંદ કરેલ સ્થાનિક ભાષાના જ્ઞાન માટેની કસોટી પસંદગી પ્રક્રિયાન ભાગ રૂપે લેવામાં આવશે. તે ઓનલાઇન મુખ્ય પરીક્ષા પાસ કર્યા પછી એટલે કે બેન્ક્માં જોડાતા પહેલા લેવામાં આવશે. જે ઉમેદવારો આ કસોટીમાં લાયકાત મેળવશી નહી તેમને નિમણૂક આપવામાં આવશે નહી. જે ઉમેદવારો ધોરણ ૧૦ અથવા ૧૨ માં ચોક્કસ સ્થાનિક ભાષાનો આભ્યાસ કર્યો છે તેમને ભાષા પરીક્ષણમાંથી પસાર થવાની જરૂર રહેશે નહીં. પ્રાથમિક પરીક્ષા સપ્ટેમ્બર ૨૦૨૫માં  કમચલાઉ ધોરણે લેવામાં આવશે.

        ઉમેદવારોએ જાહેરાતની વિગતો અને અપડેટ્સ માટે SBI બેન્ક્ની વેબસાઇડ https://bank.sbi/web/careers/current-opennings અથવા https://www.sbi.co.in/web/carrers/current-opening ને નિયમિત પણે તપાસતા રહેવું    

 નોકરીની જાહેરાત માટે અમારી વેબ સાઈડ  www.jobsarakari.in ની અચૂક મુલાકત લો.

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં જગ્યાઓની માહિતી:

ગુજરાત રાજ્યના ગાંધીનગર વિભાગ માટેની જગ્યાઓની માહિતી :

Bank Name

ભાષા

કેટેગરી મુજબ જગ્યાઓ

SC

ST

OBC

EWS

UR

TOTAL

State Bank Of India

ગુજરાતી

15

33

59

22

91

220

Total

15

33

59

22

91

220

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં વય મર્યાદા:

           ઉમેદવારોની ઉમર અરજી કરવાની તારીખે ૨૦ થી ૨૮ વર્ષની વચ્ચે હોવી જોઇએ. (એટલે કે તા.૦૨/૦૪/૧૯૯૭ અને ૦૧/૦૪/૨૦૦૫ વચ્ચે જન્મેલા હોવા જોઇએ.)સરકારશ્રીના નિયમ મુજબ SC/ST/OBC/PWBD,છૂટાછેડાવાળી બહેનો અને વિધવા બેનોને વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં મળવાપાત્ર પગાર:

        કસ્ટ્મર સર્વિસ એસોસિયેટ(ક્લાર્ક)ને રૂ/-૨૪,૦૫૦-૬૪,૪૮૦ અને અન્ય લાભો મળવાપાત્ર થશે.

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં Education  Qualification:

v ઉમેદાવારો પાસે સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઇપણ વિધાશાખાના સ્નાતક્ની ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.

1 રાજ્યની પ્રાદેશિક ભાષામાં વાંચનલેખનબોલતાઅને સમજણમાં  નિપૂણ હોવા જોઇએ. 

v કમ્પ્યુટરનું જ્ઞાન : કમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ .  

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં Application Fee:

ક્રમ

વિગત

અરજી ફીની રકમ (રૂ.)

General/OBC ઉમેદાવારો માટે

રૂ.૭૫૦/-   

SC/ST/PBD/ESM/DESM

 ફી નથી

        ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૨૬/0૮/૨૦૨૫ રહેશે. ત્યારબાદ કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.

 નોંધ : પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના અન્ય કોઇ પણ માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી. એકવાર ચૂકવવામાં આવેલ અરજી ફી પરત કરવામાં આવશે નહી. અથવા કોઇપણ પછીની ભરતી પ્રક્રીયામાં એડજસ્ટ કરી આપવામાં આવશે નહીં.

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં ગુજરાતમાં ફાળવેલ પરીક્ષા કેંદ્રો:

પ્રાથમિક પરીક્ષા માટે ફાળવેલ કેંદ્રો

મુખ્ય પરીક્ષા માટે ફાળવેલ કેંદ્રો

Ahmedabad/Gandhinagar , Anand , Bhavnagar, Jamnagar, Mehsana , Rajkot, Surat/ Bardoli, Vadodara  

Ahmedabad/Gandhinagar , Vadodara, Anand ,Rajkot, Surat / Bardoli,

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં પસંદગી પ્રક્રિયા :

પસંદગી પ્રક્રિયામાં નીચેના તબક્કાઓનો સમાવેશ થશે:

v પ્રાથમિક ઓનલાઇન પરીક્ષા

v મુખ્ય ઓનલાઇન પરીક્ષા

v પ્રમાણપત્રોનો ચકાસણી

v તબીબી ફિટનેશ ટેસ્ટ 

SBI બેન્કમાં ક્લાર્ક ભરતીની પરીક્ષા પદ્વતિ 2025:

પ્રાથમિક પરીક્ષા વિષયો :

પરીક્ષા ગુજરાતના ઉમેદવારો ગુજરાતી હિન્દી અને અંગ્રેજી માધ્યમમાં આપી શકશે.

વિભાગ

પ્રશ્નોની સંખ્યા

માર્ક્સ

સમય મર્યાદા

English Language

૩૦

૩૦

૨૦ મિનિટ

Numerical Ability

૩૫

૩૫

૨૦ મિનિટ

Reasoning Ability

૩૫

૩૫

૨૦ મિનિટ

Total

૧૦૦

૧૦૦

૬૦ મિનિટ

મુખ્ય પરીક્ષા વિષયો :

વિભાગ

પ્રશ્નોની સંખ્યા

માર્ક્સ

સમય મર્યાદા

General/Financial Awareness

૫૦

૫૦

૩૫ મિનિટ

General English

૪૦

૪૦

૩૫ મિનિટ

Quantitative Aptitude

૫૦

૬૦

૪૫ મિનિટ

Reasoning Ability & Computer Aptitude

૫૦

૫૦

૪૫ મિનિટ

Total

૧૯૦

૨૦૦

૧૬૦ મિનિટ








SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં અરજી કેવી રીતે કરશો ??

Online અરજીફોર્મ ભરવા માટે નીચે આપેલ સ્ટેપને અનુસરો.

  1.  ઉમેદવારો SBIની વેબસાઇડ  https://bank.sbi/web/careers/current-opennings અથવા https://www.sbi.co.in/web/carrers/current-opening પર મુલાકાત લેવાની રહેશે. અને જુનિયર એસોસિએટ્સની ભરતી હેઠળ ઉપલબ્ધ યોગ્ય ઓનલાઇન અરજી ફોર્મ ખોલવું જોઇએ.અરજી સંપૂર્ણપણે ભરાઇ ગયા પછી ઉમેદવારોએ ડેટા સબમિટ કરવા જોઇએ. જો ઉમેદવારો એક જ વારમાં ડેટા ભરી ન શકે, તો તેઓ પહેલાથી દાખલ કરેલો ડેટા સેવ કરી શકે છે.
  2.  જ્યારે ડેટા સેવ થઇ જાય, ત્યારે સિસ્ટ્મ દ્વારા એક કામચલાઉ નોંધણી નંબર અને પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. ઉમેદવારોએ  નોંધણી નંબર અને પાસવર્ડ નોધી રખવો જોઇએ. જેના ઉપયોગ દ્વારા સાચવેલા ડેટાને ફરીથી ખોલી શકે અને જરૂર હોત તો ભરવામાં આવેલ માહિતીમાં ફેરફાર કરી શકે.
  3.  અરજી ફોર્મ  સંપૂર્ણપણે ભરાઇ ગયા પછી ઉમેદવારોએ ડેટા સબમિટ કરવો જોઇએ. ત્યારબાદ કોઇ પણ ફેરફાર કરી શકાશે નહી.
  4.  ઓનલાઇન અરજીફોર્મ ભર્યા પછી ઉમેદવારોએ અરજી ફી ઓનલાઇન મોડ દ્રારા ચૂકવવાની રહેશે.
  5.  સ્કેન કરેલ ફોટો, સહી, અંગૂઠાનું નિશાન અને સ્વહસ્તા અક્ષરમાં લખાયેલ ઘોષણાપત્રને અપલોડ કરો.
  6. અરજી સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી તેની PDFને ડાઉનલોડ કરીની રાખી લો. ભવિષ્યમાં જરૂર પડે ઉપયોગી બને.

Important DatesSBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં 2025:

જગ્યાનું નામ

 SBI ક્લાર્ક તા.

ઓનલાઇન અરજીફોર્મ ભરવાની   તારીખ

0૬/0૮/૨૦૨૫

ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૨૬/0૮/૨૦૨૫

ઓનલાઇન અરજીફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ

૨૬/0૮/૨૦૨૫

પ્રાથમિક પરીક્ષાની તારીખ

   September ૨૦૨૫

મુખ્ય પરીક્ષાની તારીખ

November ૨૦૨૫

Important Links SBI બેન્કમાં ક્લાર્ક ભરતીમાં ની 2025:

મહત્વની લિંક

Link

ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇડ

https://bank.sbi/web/careers/current-opennings

વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ 

www.jobsarakari.in

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા   ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર , વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યા...