બુધવાર, 18 જૂન, 2025

“જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ભરતી ૨૦૨૫ (આશ્રમશાળાઓ માટે)

 

“જ્ઞાન સહાયક (પ્રાથમિક)” ભરતી ૨૦૨૫

            કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ)માં “જ્ઞાન સહાયક યોજના(પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” નિવાસીની જગ્યાના કરાર બાબતે ઓનલાઇન અરજી આમંત્રિત કરવામાં આવે છે.  

જગ્યાનું નામ :

 “જ્ઞાન સહાયક (પ્રાથમિક)”

માસિક ફિક્સ મહેનતાણું :

રૂ. ૨૧૦૦૦/

વય મર્યાદા :

૪૦ વર્ષ  

ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની વેબસાઇડ:

https://ashramgyansahayak.ssgujarat.org/

            કમિશનરશ્રી આદિજાતિ વિકાસ કચેરી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકની નિયામકશ્રી અનુસુચિત જાતિ કલ્યાણ અને નિયામકશ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ (આશ્રમશાળાઓ)માં “જ્ઞાન સહાયક યોજના(પ્રાથમિક)” માટે શાળા કક્ષાએ ૧૧ માસ માટે કરાર આધારિત “જ્ઞાન સહાયક (પ્રાથમિક)” નિવાસીની  ભરતી માટે પસંદગી યાદી તૈયાર માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓન-લાઇન અરજીઓ મંગાવાવામાં આવે છે. ઉપરોક્ત જગ્યા માટે ઉમેદવારોની વયમર્યાદા ઓન-લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહેશે.

            ઉમેદવારોએ અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણોંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ પહેલા વાંચી લેવી. આ અરજીઓ રાજ્ય કક્ષાએ, જિલ્લા કક્ષાએ રૂબરૂ, ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારાવામાં આવશે. નહીં. તદ્દઉપરાંત આવી મોકલેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. ઉમેદવારોએ પ્રમાણપત્રોની ખરાઇ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓન-લાઇન કરેલ અરજીની પ્રિંટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે .

ઓન-લાઇન અરજી કરવાની મહત્વની તારીખો અને વેબસાઇડ : 

ઓન લાઇન અરજી કરવાની તારીખ

૧૮/૦૬/૨૦૨૫ (૧૪:૦૦ ક્લાકથી શરૂ)

ઓન લાઇન અરજી કરવાની છેલ્લી તારીખ

૨૫/૦૬/૨૦૨૬ (૨૩:૫૯ ક્લાક સુધી)

ઓન લાઇન અરજી કરવાની વેબસાઇડ

https://ashramgyansahayak.ssgujarat.org/

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ૨૨૭ જૂનિયર ક્લાર્કની ભરતી

ગુજરાત રાજયમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે ૧. આણંદ કૃષિ યુનિવર્સિટી ૨.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ૩. નવસારી કૃષિ યુનિવર્સિટી અને ૪. સરદા...