મંગળવાર, 26 મે, 2026

સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી

 


       રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ રાજ્યમાં કુલ 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરતી માટે ઉમેદવારોની પસંદગી SAT (School Aptitude Test) પરીક્ષાના મેરીટ આધારે કરવામાં આવશે.

        શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા પ્રસ્તાવ અનુસાર, રાજ્યની શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર મજબૂત બનાવવા અને રમતગમત પ્રવૃત્તિઓને વેગ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લાંબા સમયથી ખાલી પડેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

કુલ જગ્યાઓ: 1,141

પદનું નામ: વ્યાયામ શિક્ષક (ધોરણ 6થી 8)

ભરતી પ્રકાર: સીધી ભરતી

પસંદગી આધાર: SAT (School Aptitude Test)પરીક્ષાનું મેરીટ

વયમર્યાદામાં ખાસ છૂટ :

સામાન્ય રીતે ભરતી માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જોકે, આ ભરતી માટે રાજ્ય સરકારે વિશેષ 3 વર્ષની છૂટ આપી છે.

 

સામાન્ય વર્ગ: 38 વર્ષ સુધી

અનામત વર્ગ (SC/ST/OBC/EWS):  43 વર્ષ સુધી

મહિલા ઉમેદવાર: વધારાની છૂટ

અનામત મહિલા ઉમેદવાર માટે મહત્તમ વયમર્યાદા 48 વર્ષ સુધી રાખવામાં આવી છે.લાયકાત શું રહેશે?

શૈક્ષણિક લાયકાત:

    ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતક ડિગ્રી સાથે C.P.Ed, B.P.Ed અથવા D.P.Ed જેવી શારીરિક શિક્ષણ સંબંધિત વ્યાવસાયિક લાયકાત ધરાવવી જરૂરી રહેશે. ઉપરાંત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી SAT (Physical Education) પરીક્ષા પાસ કરેલી હોવી ફરજિયાત રહેશે.

પગાર અને સેવા શરતો:

    નવી નિમણૂક પામનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી સરકારની ફિક્સ પગાર નીતિ મુજબ વેતન આપવામાં આવશે. ત્યારબાદ નિયમિત પગારધોરણમાં સમાવેશ કરવામાં આવશે.

        રાજ્યમાં રમતગમત અને શારીરિક શિક્ષણને પ્રોત્સાહન આપવા સરકારના આ નિર્ણયને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. હજારો યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની મોટી તક ઉભી થઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

જુનિયર ફાર્માસીસ્ટ,વર્ગ-૩ સંવર્ગની કુલ ૨૬૬ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી

  ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા આરોગ્ય અને પરીવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી તબીબી સ...