BSF ટ્રેડસમેન ભરતી ૨૦૨૪-૨૫
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (BSF) (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫ માટે ૩૫૮૮ ખાલી જગ્યાઓ ભરવા માટે ભારતીય નાગરીકો હોય એવા પુરુષ અને મહિલાઓ પાસેથી ઓનલાઇન અરજીઓ મંગાવવામાં માં આવે છે. પસંદગી પામેલ ઉમેદવારોને ૭મા પગારપંચ મુજબ (લેવલ-૩)માં રૂ.૨૧૭૦૦/-થી ૬૯૧૦૦/- પગાર મળવાપાત્ર થશે. અને આ ઉપરાંત કેન્દ્ર સરકાર્ના કર્મચારીઓને મળતા લાભ જેવા કે રાશન ભથ્થું, તબીબી સહાય, મફ્ત રહેઠાણ, મફત રજા પાસ વગેરે આપવામાં આવશે.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે બોર્ડર
સિક્યુરિટી ફોર્સની વેબસાઇટ https://rectt.bsf.gov.in
પર જઇ અરજી કરવાની રહેશે. તા.૨૫/૦૭/૨૦૨૫થી (સવારે ૦૦:૦૨ વાગ્યે ખુલશે)
તા. ૨૩/૦૮/૨૦૨૫ (રોજ રાત્રે ૧૧:૫૯ વાગ્યે
બંધ) સુધીમાં અરજી કરવાની રહેશે.
પુરુષ અને મહિલા ઉમેદવારોની જગ્યાઓની
માહિતી નીચે મુજબ આપવામાં આવેલ છે.
પુરુષ ઉમેદવારો ની કુલ જગ્યાઓ ૩૪૦૬ છે.
જ્યારે મહિલાઓની કુલ જગ્યાઓ ૧૮૨ આ જગ્યાઓને ટ્રેડ મુજબ જોવા માટે ઓફિસલી જાહેરાત
જોઇ લેવી.
ઉપરોક્ત પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવરો માટે મહત્ત્વની સૂચનાઓ :
૧. BSF પુરુષ અને મહિલા ઉમેદવારો માટે વર્ષ
૨૦૨૪-૨૫માં ટ્રેડ મેનની ભરતી કરશે.
૨. ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતા પહેલા
શૈક્ષણિક લાયકાત/ અનુભવ/ ઉંમર/શારીરિક ધોરણ/શારીરિક કાર્યક્ષમતા કસોટી વગેરેમાં
લાયક છે કે નહીં તેની ખાતરી કરવાની સલાહ આપવાંમાં આવે છે.
૩. ભરતીમાં શારીરિક માપદંડ કસોટી (PST),શારીરિક ક્ષમતા કસોટી(PET),લેખિત પરીક્ષા, દસ્તાવેજીકરણ, ટ્રેડ ટેસ્ટ અને તબીબી પરીક્ષાનો સમાવેશ થશે..
૪. ઉમેદવારોએ ફક્ત એક જ પોસ્ટ /ટ્રેડ
માટે અરજી કરી શક્શે.
૫ ભરતી પ્રક્રીયાના પસંદગીના
તબક્કામાંથી લાયક બનવાથી ઉમેદવારોને નિમણૂકનો કોઇ અધિકાર મળતો નથી.ઉમેદવારોની
અંતિમ પસંદગી ફક્ત યોગ્યતાના આધારે કરવામાં આવશે.
૬. અરજી સફળતાપૂર્વક સબમિટ કરવામાં
આવશે ત્યારે કામ ચલાઉ ધોરણે સ્વિકારવામાં આવશે. ઉમેદવારે પોતના રેકોર્ડ માટે
અરજીફોર્મની પ્રિન્ટ આઉટ કરી લેવી. અરજીફોર્મની પ્રિન્ટ આઉટ BSF ભરતી
કેન્દ્રમાં જમા કરવાની જરૂર રહેશે નહી.
૭. અરજીપત્રક ભરતા સમયે ઉમેદવારોએ
પોતાનું ઇ-મેલ, મોબાઇલ નંબર સાચા લખવાની સલાહ આપવામાં આવે છે. જેથી ઇ-મેલ, મોબાઇલ
નંબરથી પત્રવ્યવહાર કરી શકાય.
૮. ઉમેદવારોએ ઓનલાઇન અરજી ભરવા માટે
આપેલ નોંધની-આઇડી અને પાસવર્ડ્ની નોંધી રાખવો જોઇએ અને સાચવી રાખવો જોઇએ.
૯. ઉમેદવારોએ ફક્ત ઓનલાઇન અરજી જ સબમિટ
કરવાની રહેશે. તેથી ઉમેદવારોએ અરજી ફોર્મ ભરતી વખતે યોગ્ય કાળજી રાખવાની રહેશે.
અરજી ફોર્મની બધી જ વિગતો મેટ્રીક્યુલેશન પ્રમાણપત્રમાં જણાવ્યા મુજબની ભરવાની
રહેશે.
૧૦. ઉમેદવારોએ અરજીફોર્મ ઓનલાઇન
પોતાની માહિતી ભરવી પડશે જેવી કે ઉમેદવારનું નામ પિતાનું નામ / સરનામું / જાતી /
જન્મ તારીખ વૈવાહિક સ્થિતી / મોબાઇલ નંબર / ઇ-મેલ સરનામું/ શૈક્ષણિક લાયકાત /
અનુભવનુ પ્રમાણપત્ર વગેરેની માહિતી ભરવાની રહેશે.
૧૧. અસ્પષ્ટ / ઝાંખા ફોટોવાળા, સહીવાળી
અરજીઓ તાત્કાલી નકારી કાઢવામાં આવશે.
૧૨. સમાન જગ્યા અને પગાર ગ્રેડ્માં
નોકરી કરતા કર્મચારી તે પદ માટે અરજી કરી શકે નહી.
૧૩. સરકારી/અર્ધસરકારી વિભાગમાં ફરજ
બજાવતા વ્યકિતઓએ એન.ઓ.સી.(NOC) મેળવ્યા પછી જ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
૧૪. ઉમેદવારોએ પોતાના બધા પ્રમાણપત્રો
સ્કેન કરી ને અપલોડ કરવાના રહેશે.
૧૫.આ જાહેરાત અનુસંધામાં અંતિમ તારીખ
પહેલા અરજી કરનાર તમામ લાયક ઉમેદવારોએને રોલ નંબર આપવામાં આવશે. જો તેઓ આ
જાહેરાતમાં આપવામાં આવેલ શરતોને પૂર્ણ કરે છે. અને પોસ્ટ માટે લાયક જણાશે. તેવા
ઉમેદવારોને પ્રથમ તબક્કાની પ્રક્રીયામાં હજર રહેવા માટે ઓન લાઇન મોડ દ્વારા કોલ
લેટર માટે ઇ-મેલ / એસ.એમ. એસ દ્વારા જણાવવામાં આવશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫ પરીક્ષા ફી અને ચૂકવણીની પદ્વતિ:
૧ આ જગ્યાઓ પર ભરતી માટે અરજી કરતા બિન અનમત(UR),
EWS કેટેગરી અથવા OBC કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે રૂ ૧૦૦ + રૂ.૫૦ = રૂ.૧૫૦(કોમન
સર્વિસ ચાર્જ ) તરીકે ચૂકવવાના થશે. આ પરીક્ષા ફી નીચે મુજબની ચુકવણી પદ્વતિથી જમા
કરવાની રહેશે.
૧ નેટ બેંકિગ
૨. કોઇ પણ બેંકનું ક્રેડીટ કાર્ડ/ડેબિટ
કાર્ડ દ્વારા
૨. મહિલા ઉમેદવારોએ અને SC/ST/BSFમાં નોકરી કરતા કર્મ્ચારીઓ અને એક્સ- સર્વિસમેનના ઉમેદવારોને પરીક્ષા
ફી ભરવાની થતી નથી.
૩. પરીક્ષા ફીની ચૂકવળી ફક્ત ઓન લાઇન
મોડ દ્વારા જ સ્વીકારવામાં આવશે.
૪. એક વાર ચૂકવેલ પરીક્ષા ફી કોઇ પણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
૫. જે ઉમેદવારોને પરીક્ષા ફીમાંથી
મુક્તી મળેલ નથી તેવા ઉમેદવારોએ જો ફી ભરેલ હશે નહીં તો તેમનું ફોર્મ સ્વીકારવામાં
આવશે નહીં.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫ પરીક્ષા કેંદ્રની પસંદગી:
ઉમેદવરો ભરતી પ્રક્રીયાના વિવિધ પસંદગી તબક્કામાં
હાજર રહેવા માટે પોતાના રાજ્યને ફાળવેલ નજીકના કેંદ્રામાંથી પસંદગી કરીશે છે.
ગુજરાતના ઉમેદવારો માટે કેંદ્ર નીચે મુજબ છે.
|
રાજ્ય |
લાગુ પડતું સેન્ટર |
કેન્દ્રનું નામ |
|
ગુજરાત, મહારાષ્ટ્ર,દમણ અને દીવ દાદરા અને નગર હવેલી ગોવા |
ફ્રન્ટીયર, મુખ્યાલય BSF ગુજરાત |
ફ્રન્ટીયર, મુખ્યાલય BSF ગુજરાત,PO: BSF કેમ્પસ
ચિલોડા રોડ, ગાંધીનગર. ગુજરાત પિન- ૩૮૨૦૪૫ |
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં વયમર્યાદાની શરતો :
ઉમેદવારો ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખે ૧૮ થી
૨૫ વર્ષની વચ્ચે ઉંમર ધરાવતા હોવા જોઇએ. કેન્દ્ર સરકારના નિયમ મુજબ SC/ST/ OBC અને અન્ય વિશેષ વિભાગના કર્મચારીઓ માટેના ઉમેદવરોને નિયમ મુજબ
ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર રહેશે.
ઉંમરમાં છૂટછાટ : ૧. SC/STના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં ૫
વર્ષની છૂટછાટ મળશે.
૨. અન્ય પછાત વર્ગના (OBC)ને ઉપલી વયમર્યાદામાં ૩ વર્ષની છૂટછાટ મળશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં શૈક્ષણિક લાયકાત :
૧. કોન્સ્ટેબલ (સુથાર,પ્લમ્બર,પેઇન્ટર,
ઇલેક્ટ્રીશીયન,પંપ ઓપરેટર અને અપહોલ્સ્ટર)ના ઉમેદવારો
માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રીક અથવા સમકક્ષ લાયકાત પાસ અને ITIમાંથી બે
વર્ષનો કોર્ષ પાસ કરેલ હોવો જોઇએ. અથવા ITIમાંથી એક વર્ષનો કોર્ષ પાસ કરેલ અને જે
તે ટ્રેડમાં અનુભવ હોવો જોઇએ.
૨. કોન્સ્ટેબલ
(મોચી, દરજી, ધોબી, વાળંદ, સફાઇ કમદાર, ખોજી)ના ઉમેદવારો માટે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રીક અથવા સમકક્ષ લાયકાત
પાસ અને જે તે વ્યવસાયમાં નિપૂણ હોવા જોઇએ.
૩ કોન્સ્ટેબલ (કૂક, વોટર કેરીયર, વેટર)ના ટ્રેડ માટે
- માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી મેટ્રીક અથવા સમકક્ષ લાયકાત પાસ
- રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ અથવા રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ નિગમ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ખાય્ધ ઉત્પાદન અથવા રસોડાના ક્ષેત્રમાં રાષ્ટ્રીય કૌશલ્ય લાયકાત ફ્રેમવર્ક(NSQF) સ્તર-૧ કોર્સ પાસ કરેલ હોવો જોઇએ.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં શારીરિક માપદંડ:
|
બધી જ
કેટેગરીના ઉમેદવારો માટે |
પુરુષ
ઉમેદવારો માટે |
મહિલા
ઉમેદવારો માટે |
||
|
ઊંચાઇ |
છાતિ |
ઊંચાઇ |
છાતિ |
|
|
૧૬૫ સે.મી |
૭૫-૮૦ સે.મી |
૧૫૫ સે.મી |
- |
|
|
બધા જ ST ઉમેદવારો
માટે |
૧૬૦ સે.મી |
૭૫-૮૦ સે.મી |
૧૪૮ સે.મી |
- |
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં પસંદગી પદ્વતી :
- પરીક્ષાનો પ્રથમ તબક્કો :
જે ઉમેદવારોના ઓનલાઇન ફોર્મ યોગ્ય હશે તેમને PST/PET માં
હાજર રહેવા બોલાવવામાં આવશે.
શારીરિક માપદંડ પરીક્ષા(PST) અને
શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
પ્રથમ તબક્કામાં ઉમેદવારોની શારીરિક કાર્યક્ષમતા
કસોટી (PET) કસોટી થશે તેમાં પુરુષો માટે ૫ કિલોમીટર દોડ ૨૪
મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. જ્યારે મહિલાઓ માટે ૧૫૦૦ મીટરની દોડ ૮૩૦ મિનિટ્માં
પૂર્ણ કરવાની રહેશે.
- બીજા તબક્કામાં લેખિત પરીક્ષા હશે:
લેખિત પરીક્ષા ૧૦૦ ગુણ હશે. જેમા નીચેના વિષયોનો
સમાવેશ. થશે.
|
ક્રમ |
વિષય |
પ્રશ્નોની સંખ્યા |
માર્કસ
(ગુણ) |
સમય |
|
૧ |
સામાન્યજ્ઞાન |
૨૫ |
૨૫ |
૨ ક્લાક (૧૨૦ મિનિટ ) |
|
૨ |
બેસિક ગણિતનું જ્ઞાન |
૨૫ |
૨૫ |
|
|
૩ |
વિશ્લેષણાત્મક યોગ્યતા |
૨૫ |
૨૫ |
|
|
૪ |
અંગ્રેજી અને હિન્દીનું પ્રાથમિક જ્ઞાન |
૨૫ |
૨૫ |
- ત્રીજો તબક્કોમાં :
- ત્રીજા તબક્કમાં ઉમેદવારના ઓરેઝનલ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવશે.
- ટ્રેડ ટેસ્ટ :
ઉમેદવરોએ જે ટ્રેડ માટે ઉમેદવારી કરી હોય તે
ટ્રેડનો પ્રેક્ટીકલ ટેસ્ટ આપવાનો રહેશે. ટ્રેડ
ટેસ્ટમાં કોઇ પણ પ્રકારના માર્ક્સ આપવામાં આવશે. નહીં પરંતુ તેમાં પાસ થવાનું
જરૂરી છે.
. ટ્રેડ
ટેસ્ટમાં પાસ થયેલા ઉમેદવારોની મેડીકલ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં બોર્ડર
સિક્યુરિટી ફોર્સના ધારાધોરણ મુજબના માપદંડોમાંથી ઉમેદવારોએ પસાર થવાનું રહેશે.
બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં અરજી કેવી રીતે કરવી ? :
ઉમેદવારોએ અરજી ઓનલાઇન મોડ દ્વારા ભરવાની રહેશે.
અરજી કરવા માટે બીજી કોઇ પણ રીતે સ્વીકારવામાં આવશે નહી ઓન લાઇન અરજી સબમિટ કરવાની સુવિધા બોર્ડર સિક્યુરિટી ફોર્સની
વેબસાઇટ https://rectt.bsf.gov.in પર
૨૫/૦૭/૨૦૨૫થી સવારે ૦૦:૦૨ વાગ્યે ખુલશે અને
૨૩/૦૮/૨૦૨૫ ના રોજ રાત્રે ૧૧:૫૯
વાગ્યે બંધ થશે. દરેક ઉમેદવારો પોતાના નિવાસસ્થાનનો દરજ્જો સાબિત કરવા માટે
સંબંધિત રાજ્ય / કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા અધિક્રૃત સક્ષમ અધિકારી દ્વારા
આપવામાં આવેલ ડોમિસાઇલ પ્રમાણપત્રની નકલ સબમિટ કરવી જરૂરી છે.
જ્ગ્યાઓની સંખ્યા મુળ જાહેરાતમાં આપવામાં આવેલ છે. તે મુજબ પુરુષો માટે કુલ જ્ગ્યાઓ ૩૪૦૬ છે. જ્યારે મહિલાઓ માટે કુલ જ્ગ્યાઓ ૧૮૨ છે. આમ મળીને ૩૫૮૮ જ્ગ્યાઓ પર ભરતી થશે.
Important Dates – બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં
|
જગ્યાનું
નામ |
કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૨૫/0૭/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૨૩/0૮/૨૦૨૫ |
Important Links બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) ભરતી ૨૦૨૪-૨૫માં :
|
મહત્વની લિંક |
Link |
|
અરજી કરવા માટે
વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ
અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ
માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં
માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ
રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન
અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો