સરકારી નોકરીની જાહેરાતોની માહિતી અમારી વેબસાઇડ www.jobsarakari.in ની પણ મુલાકાત લો. જેમા રાજ્ય સરકાર અને કેન્ર્દ સરકારની નોકરીની જાહેરાતની માહિતી મળશે.
જ્ઞાનસહાયક ભરતી ૨૦૨૫માં શૈક્ષણિક લાયકાત:
સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને
ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયકના ઉમેદવારોને કરાર આધારિત ભરતી માટે રાજ્ય
પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ ૨૦૨૩માં વિવિધ વિષયો/માધ્યમનિ દ્વિસ્તરીય TAT માધ્યમિક અને TAT ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા લેવામાં આવેલ
છે. તે પૈકી જે ઉમેદવારે જે માધ્યમ અને વિષયની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષય અને
માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે. તેમજ તે જ વિષયમાં તેઓએ શૈક્ષણિક અને
વ્યાવસાયિક લાયકાત મેળવેલી હોવી જોઇએ. ( વિષય મુજબ પોર્ટલ પર લાયકાતની યાદી ઉપલબ્ધ
કરેલ છે.)
જ્ઞાન સહાયકના ઉમેદવારોને ઉચ્ચક માનદ વેતન (માસિક):
સરકારી
અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક
ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટેના ઉમેદવારોને માસિક ફિક્સ રૂ.૨૬૦૦૦/- ઉચ્ચક માનદ વેતન
મળવાપાત્ર થશે. તેમજ જ્ઞાન સહાયક માધ્યમિક શાળાઓ માટેના ઉમેદવારોને માસિક ફિક્સ
રૂ.૨૪૦૦૦/- ઉચ્ચક માનદ વેતન મળવાપાત્ર થશે.
જ્ઞાન સહાયકના ઉમેદવારોની વયમર્યાદા:
ઉમેદવારોની મહત્તમ વયમર્યાદા અરજીની તારીખે સરકારી અને બિન સરકારી
અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉંમર ૪૫ વર્ષથી વધુ
ન હોવી જોઇએ.
જ્ઞાન સહાયક ભરતી ૨૦૨૫માં ભરવાપાત્ર જગ્યાઓ:
જે તે જિલ્લામાં સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિક શાળાઓમાં જિલ્લા મુજબ,શાળા મુજબ, અને વિષય મુજબ ભરવાપાત્ર જ્ગ્યાઓની વિગતો ઓફિસલ વેબસાઇડ પર મુકવામાં
આવશે છે.
આ જાહેરાતમાં દર્શાવેલી પૈકી કોઇપલ જગ્યાઓ ફેરફારને આધીન છે. કોઇ પણ
જગ્યા રદ કરાવનો સરકારર્શ્રીનો નિર્ણય આખરી ગણાશે.
જ્ઞાન સહાયક ભરતીમાં કરારનો સમયગાળો :
જ્ઞાન સહાયક સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિકની કામગીરીનો કરાર ૧૧ માસ સુધીનો રહેશે. ૧૧ માસનો કરારનો સમય પૂર્ણ થતાં
કરાર આપોઆપ પૂર્ણ થયેલ ગણાશે.
Important Dates – જ્ઞાન સહાયક ભરતી 2025 મહત્વની તારીખો :
|
જગ્યાનું
નામ |
જ્ઞાન સહાયક
ભરતી 2025 |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની તારીખ |
૧૯/0૮/૨૦૨૫ |
|
ઓનલાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૨૬/0૬/૨૦૨૫ |
Important Links જ્ઞાન સહાયક ભરતી 2025 મહત્વની લિંક :
|
મહત્વની લિંક |
Link |
|
માધ્યમિક વિભાગમાં
ઓનલાઇન અરજી કરવા માટે વેબસાઇડ |
|
|
ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ઓનલાઇન અરજી કરવા માટે
વેબસાઇડ |
|
|
વિઝિટ કરો અમારી
ગુજરાતી વેબ સાઇટ |
જ્ઞાન સહાયક ભરતી 2025માં અરજીપત્રક ઓનલાઇન ભરવા માટેની અગત્યની સૂચનાઓ:
1. અરજીપત્રક ભરતા પહેલા વેબસાઇડ પર મૂકવામાં આવેલ જાહેરાત માટેની સુચનાઓને કાળજીપૂર્વક અભ્યાસ કરવા વિનંતી છે.
2. નિયત લાયકાત ધરાવત ઉમેદવારોએ તા:૧૯/૦૮/૨૦૨૫ થી ૨૬/૦૮/૨૦૨૫ સુધી માધ્યમિક https://bit.ly/SEC_GYANSAHAYAK માટે અને ઉચ્ચર માધ્યમિક માટે https://bit.ly/HS_GYANSAHAYAK ઓનલાઇન અરજી કરવાની રહેશે.
3. ઓનલાઇન અરજી કરવામાં ઉમેદવાર પોતે ભૂલ કરશે તો તેવી અરજી ઉપર કોઇ વિચારણા કરવામાં આવશે નહી જેથી કાળજીપૂર્વક ઓનલાઇન અરજી કરવાની રહેશે.
4. ફક્ત ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. ટપાલ કે કુરીયર મારફતે અરજી ફોર્મ સ્વીકારવામાં આવશે નહી.
5. ઉમેદવારોએ અરજીપત્રકમાં પોતનો ચાલું મોબાઇલ નંબર આપવાનો રહેશે. આ નંબર પસંદગી પ્રક્રીયા પૂર્ણ ન થાય ત્યાં સુધી શરૂ રખવો. જેથી જરૂરીયાતના સંજોગોમાં સંપર્ક કરી શકાય.
6. ઓનલાઇન ફોર્મ ભર્યા પછી કરેલ અરજીની ફાઇનલ પ્રિન્ટ આ વેબસાઇડ ઉપરથી ડાઉનલોડ કરી અરજીની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે અને જરૂર પડેથી રજૂ કરવાની રહેશે.
7. આ જાહેરાતનો હેતુ હાલ માત્ર પસંદગી યાદી તેમજ પ્રતીક્ષાયાદી તૈયાર કરવાનો છે. જેથી ફોર્મ ભર્યેથી નોકરી મળી જ જશે તેવું માનવું નહી.
8. નિયત સમયમર્યાદામાં ગુણપત્રકો/પ્રમાણપત્રોની ચકાસણી અર્થે હાજર ન રહેનાર ઉમેદવાનું નામ પસંદગી યાદીમાંથી રદ કરવામાં આવશે. આ અંગે ઉમેદવારો કોઇપણ પ્રકારના હક્ક દાવો કરી શકશે નહી અને આ અંગે કોઇપણ પત્રવ્યવહાર ધ્યાને લેવામાં આવશે નહીં
9. કમ્પ્યુટર જાણકારી અંગેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઇએ.
10. ઉમેદવારોએ ઓનલાઇન અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રીયા માટે આખરી ગણવામાં આવશે. અને તેના પુરાવાઓ ભરતીના જે તે તબક્કે માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે. રજૂ ન કરી શકનાર ઉમેદવારોની નિમણૂક જે તે તબક્કે રદ કરવામાં આવશે.
11. જે ઉમેદવારો જ્ઞાન સહાયક તરીકે કર્યરત છે અથવા ફરજ બજાવેલ છે તે ઉમેદવારોએ પોતે બજાવેલ કામગીરી અંગે સંતોષકાર કામગીરી બાબતનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
12. અરજ્દારે પોતનું ઇ-મેઇલ આઇ.ડી અને મોબાઇલ નંબર ફરજીયાત આપવાનો રહેશે અને ભરતી અંગેની પ્રક્રીયાની વખતોવખતની જાણ અરજદારને એસ.એમ.એસ.થી કરવામાં આવશે.
13. સાચી માહિતી આપવાની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારોની રહેશે અને કોઇપણ સંજોગોમાં આપેલ માહિતી ખોટી, અધુરી કે ભૂલભરેલી હશે તેના કારણે ઉમેદવારની પસંદગી ન થાય તો તેની સંપૂર્ણ જવાબદારી ઉમેદવારની રહેશે.
14. અરજદારે જે ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ લઇ, તેના દરેક પાનાં પર શી કરવાની રહેશે. અને જ્યારે જરૂર પડે ત્યારે રજૂ કરવાની રહેશે.
15. જે ઉમેદવરો રાજ્ય બહારની યુનિવર્સિટીમાંથી નિયમિત આભ્યાસક્રમ દ્વારા મેળવેલ લાયકાતના પ્રમાણપત્ર ધરાવે હશે. તેઓને નિમણૂક આપતાં પહેલાં અસલ પ્રમાણપત્રોની ખરાઇ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ નિયમોનુસાર કર્યા પછી જ નિમણૂક માટે પાત્ર ઠરશે. લાયકાતના પ્રમાણપત્રો બનાવટી હશે તો નિયમિનુસાર શિક્ષાને પાત્ર ઠરશે.
મહત્વની નોંધ :
ઉમેદવારોએ
અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ
માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં
માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ
રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન
અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો