ગુજરાત
પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB),
ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની જુનિયર
ફાર્માસિસ્ટ વર્ગ - ૩ સંવર્ગની કુલ ૧૬૪ જગ્યાઓ સ્પર્ધાત્મક
પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે
ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન
અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી
કરવાની રહેશે.
ભરતી
પ્રક્રીયા સબંધેની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મૂકવામાં આવશે. તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતા
સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી અરજીપત્રકમાં સાચી
માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarakari.in ની
અચૂક મુલાકાત લો.
જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ - ૩ ભરવાપાત્ર જગ્યાઓ :
|
ક્રમ |
કુલ જગ્યાઓ |
ભરવાપાત્ર જગ્યાઓ પૈકી
કક્ષાવાર જગ્યાઓ |
|||||
|
૧ |
૧૬૪ |
જનરલ |
EWS |
SEBC |
SC |
ST |
EX.Ser. |
|
કુલ |
૭૮ |
૧૬ |
૫૧ |
૦૮ |
૧૧ |
૧૧ |
|
નોંધ : જિલ્લા મુજબ જગ્યાઓ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવા વિનંતી છે.
લાયકાત
: જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ - ૩ GPSSB 2026
ભારતમાં કેન્દ્રીય અથવા રાજ્ય રાજ્ય અધિનિયમ દ્વારા અથવા હેઠળ સ્થાપિત
અથવા સ્થાપિત કોઇપણ યુનિવર્સિટીમાંથી મેળવેલ ફાર્મસીમાં ડિપ્લોમા હોવા જોઇએ અથવા
યુનિવર્સિટી ગ્રાન્ડ્સ કમિશન એક્ટ 1956ની કલમ ૩ હેઠળ યુનિવર્સિટી તરીકે માન્યતા
પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઇપણ અન્ય શૈક્ષણિક સંસ્થામાં ફાર્મસીમાં સ્નાતકની
અથવા ડોક્ટર ઓફ ફાર્મસીની ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.
૨. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ
નિયમો ૧૯૬૭ માં નિર્ધારીત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૩. ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા
જોઇએ.
નાગરીકતા (Nationality)
:
ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને
ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૯૮ના
નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit – GPSSB Class–3 જુનિયર ફાર્માસિસ્ટ, Recruitment
2026:
અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૫ વર્ષથી
વધુ ન હોવી જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક,
દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર
રહેશે.
પગારધોરણ (Salary)
– જુનિયર ફાર્માસિસ્ટ,વર્ગ-૩ ( Pay Scale ) :
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ ૪૦૮૦૦ /- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે.
નિમાયેલા ઉમેદવાર
પાંચ વર્ષના અંતે સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના
પગાર ધોરણમાં નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
પરીક્ષા પધ્ધતિ ( Exam
Pattern ) – જુનિયર ફાર્માસિસ્ટ,વર્ગ-૩ 2026 :
સીધી
ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્વતિ અનુસાર પરીક્ષા ફક્ત એક
પ્રશ્નપત્ર હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્વતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
|
જગ્યાનું
નામ |
અભ્યાસક્રમ |
માર્કસ |
પરીક્ષાનુ
માધ્યમ |
સમય |
|
જુનિયર
ફાર્માસિસ્ટ વર્ગ ૩ |
૧.જનરલ અવરનેસ અને
જનરલ નોલેજ |
૩૫ |
ગુજરાતી |
૩ ક્લાક (૧૮૦ મિનિટ) |
|
૨.ગુજરાતી વ્યાકરણ |
૨૦ |
ગુજરાતી |
||
|
૩. અંગ્રેજી ભાષા અને
વ્યાકરણ |
૨૦ |
અંગ્રેજી |
||
|
૪. જનરલ ગણિત, રિજનિંગ અને ડેટા ઇન્ટપ્રિયેશન |
૨૫ |
ગુજરાતી |
||
|
૫. નોકરી માટે જરૂરી
જ્ઞાન અને શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો |
૧૦૦ |
ગુજરાતી/અંગ્રેજી |
||
|
કુલ |
૨૦૦ |
|
Application fees – જુનિયર ફાર્માસિસ્ટ, વર્ગ-૩:
ફોર્મ ભરતી વખતે General કેટેગરી Select કરી હોય તેવા
તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. અહી અરજી ફી જનરલ ઉમેદવારોએ રૂ. ૧૦૦ +
સર્વિસ ચાર્જ ઓનલાઇન ભરવાનો રહેશે
ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૨૦/૦૫/૨૦૨૬
રહેશે. ત્યારબાદ મંડળ દ્વારા કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં
આવશે નહીં.
How
to Apply – જુનિયર ફાર્માસિસ્ટ,વર્ગ-૩ 2026:
આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન
લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૨૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ દરમિયાન
ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા
પડશે.
૧. સૌ
પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨.
ત્યાર બાદ “Current Advertisment”માં “View All” Click કરવાથી
“Select Advertisment by Department”માં Gujarat Panchayat
Service Selection Board સિલેક્ટ કરવું.
૩. ઉમેદવારે
જુનિયર ફાર્માસિસ્ટ,વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ઉમેદવારી
કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર Click કરી Apply પર
Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click
કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply now” પર Click કરવાથી નવી
વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application
Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે.
૫. “Personal Details” ભરાયા બાદ “Educational Details” ભરવાની રહેશે.
૬.
ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save” પર ક્લિક કરવાથી “Application Number” Generate
થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રાખવો.
૮.
ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની
રહેશે.
૯. હવે
“Confirm Application” પર ક્લિક કરો અને “Application
Number” તથા Birth Date type કર્યા બાદ Ok
પર Basic Details અને “Confirm Application” દેખાશે. જો ઉમેદવારની કોઇ ભુલ થઇ
હોય તો Edit કરી સુધારો કરી લેવો. ત્યારબાદ “Confirm Application” પર
ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે
સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર
નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની Printની નકલ કાઢી લેવાની રહેશે.
Important
Dates – GPSSB જુનિયર
ફાર્માસિસ્ટ, વર્ગ-૩ 2026:
|
જગ્યાનું નામ |
GPSSB જુનિયર ફાર્માસિસ્ટ,વર્ગ-૩ |
|
ઓન લાઇન અરજી ફોર્મ ભરવાની શરુઆત તારીખ |
તા.૨૯/૦૪/૨૦૨૬ |
|
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
તા.૨૦/૦૫/૨૦૨૬ |
|
ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ |
તા૨૦/૦૫/૨૦૨૬ |
|
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે. |
Important
Links – જુનિયર ફાર્માસિસ્ટ , વર્ગ–૩ Bharti:
|
મહત્વની લિંક |
Link |
|
જાહેરાત માટે |
|
|
ઓન લાઇન અરજી કરવા માટે |
|
|
વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસીયલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે.
તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મુળ જાહેરાતને
સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો