ગુજરાત રાજ્ય TAT -૨૦૨૫ ની પરીક્ષા નજીકમાં લેવાના અગત્યના સમાચાર
તા ૧૧/૦૮/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યની માધ્યમિક
અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ની ભરતી માટે પસંદગી સમિતિ ની
બેઠકમાં સર્વાનુમતે લેવાયેલા નિર્ણય
અન્વયે આગામી સમયમાં શિક્ષણ સહાયકની ભરતી વર્ષ-૨૦૨૪ની ભરતી બાદ ખાલી રહેલ અને
વયનિવૃતિ બાદ ખાલી રહેલ જગ્યાઓ તથા આગામી સમયમાં ખાલી થનાર શિક્ષણ સહાયકની જગ્યાઓ પર
ભરતી કરવા માટે નવી TATની પરીક્ષા યોજવા માટે
અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગરને
તા ૨૧/૦૮/૨૦૨૫ ના રોજ ગુજરાત રાજ્યના
શિક્ષણમંત્રી શ્રી, કુબેરભાઇ ડિડોર
સાહેબનાઓએ પત્ર
લખેલ છે.
TAT ની
પરીક્ષામાં બેસવાની શૈક્ષણિક લાયકાત ધરાવતા મિત્રો કે જેઓ શિક્ષણ સહાયકમાં જોડાવા
માંગતા હોય અને અગાઉની શિક્ષણ સહાયકની ભરતીમાં સીલેક્શન થયેલ ન હોય તેમને ટાટ
પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરવાની એક ઉત્તમ તક ટુંક સમયમાં આવી રહી છે.
TAT ની પરીક્ષા ધોરણ – ૯, ૧૦ (Secondary) તથા ધોરણ – ૧૧,૧૨ (Higher Secondary) ના
શિક્ષક બનવા માટે હોય છે.
TAT પરીક્ષાનોપદ્વતિ નીચે મુજબ છે.પરીક્ષા બે સ્ટેપમાં લેવામાં આવશે
પ્રથમ
પરીક્ષા OMR પ્રકારની રહેશે.
જેમા કુલ ગુણ ૨૦૦ હશે
બીજા
સ્ટેપની પરીક્ષા
બીજી પરીક્ષા વર્ણાત્મક
પ્રકારની હશે.
જેમાં બે પેપર
પેપર-૧ ગુજરાતી
ભાષા-૧૦૦ગુણ અને
પેપર-૨ -૧૦૦ ગુણ પોતાના વિષયનું હશે.
આમ ૨૦૦ ગુણ પરીક્ષા હશે.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો