ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ(GPSSB), ગાંધીનગર દ્વારા પંચાયત સેવાની મુખ્ય સેવિકા વર્ગ - ૩ સંવર્ગની કુલ ૧૬૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇટ મારફતે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૧૮/૦૪/૨૦૨૬ થી તા.૦૯/૦૫/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રીયા
સબંધેની તમામ સૂચનાઓ સરકારશ્રીની વેબસાઇટ https://ojas.gujarat.gov.in મૂકવામાં
આવશે. તેથી સમયાંતરે વેબસાઇટ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ
ઓનલાઇન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી
અરજીપત્રકમાં સાચી માહીતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઇટ www.jobsarakari.in ની અચૂક મુલાકાત લો.
ભરવાપાત્ર જગ્યાઓ :
|
ક્રમ |
કુલ જગ્યાઓ |
ભરવાપાત્ર જગ્યાઓ પૈકી કક્ષાવાર જગ્યાઓ
|
|||||
|
1 |
૧૬૯ |
જનરલ |
EWS |
SEBC |
SC |
ST |
EX.Ser. |
|
કુલ |
૬૯ |
૨૧ |
૩૯ |
૦૪ |
૩૬ |
૦૩ |
|
નોંધ
: જિલ્લા મુજબ જગ્યાઓ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવા વિનંતી છે.
લાયકાત : મુખ્ય સેવિકા
વર્ગ - ૩ GPSSB 2026:
૧. કેન્દ્ર અથવા રાજ્ય યુનિવર્સિટી અધિનિયમ દ્વારા
સ્થાપિત અથવા કોઇ પણ યુનિવર્સિટીમાંથી ગૃહ વિજ્ઞાન અથવા સમાજશાસ્ત્ર અથવા બાળ વિકાસ અથવા પોષણ અથવા સામાજિક કાર્યમાં સ્નાતક કે અનુ
સ્નાતક કરેલ હોવુ જોઇએ.
૨. ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ નિયમો ૧૯૬૭ માં નિર્ધારીત કમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
૩.
ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ.
નાગરીકતા (Nationality) :
ઉમેદવાર
ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય)
નિયમો,
૧૯૯૮ના નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.
Age Limit – GPSSB Class–3 મુખ્ય સેવિકા, Recruitment
2026:
અરજી
કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહી અને ૩૭ વર્ષથી વધુ ન હોવી
જોઇએ. (સામાન્ય વર્ગના મહિલા ઉમેદવારો, અનામત
વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર
રહેશે.
પગારધોરણ (Salary) – મુખ્ય
સેવિકા,વર્ગ-૩ ( Pay Scale ) :
પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ રૂ ૪૦૮૦૦ /- ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે.
નિમાયેલા ઉમેદવાર પાંચ વર્ષના અંતે
સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધિત કચેરીમાં સાતમા પગાર પંચના પગાર ધોરણમાં
નિયમિત નિમણૂંક મેળવવાને પાત્ર થશે.
પરીક્ષા પધ્ધતિ ( Exam Pattern ) – મુખ્ય સેવિકા,વર્ગ-૩ 2026 :
સીધી
ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્વતિ અનુસાર પરીક્ષા ફક્ત એક
પ્રશ્નપત્ર હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR પદ્વતિની
સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
|
જગ્યાનું નામ |
અભ્યાસક્રમ |
માર્કસ |
પરીક્ષાનુ માધ્યમ |
સમય |
|
મુખ્ય સેવિકા |
૧.જનરલ અવરનેસ અને જનરલ નોલેજ |
૩૫ |
ગુજરાતી |
૩ ક્લાક (૧૮૦ મિનિટ) |
|
૨.ગુજરાતી વ્યાકરણ |
૨૦ |
ગુજરાતી |
||
|
૩. અંગ્રેજી ભાષા અને વ્યાકરણ |
૨૦ |
અંગ્રેજી |
||
|
૪. જનરલ ગણિત, રિજનિંગ
અને ડેટા ઇન્ટપ્રિયેશન |
૨૫ |
ગુજરાતી |
||
|
૫. નોકરી માટે જરૂરી જ્ઞાન અને
શૈક્ષણિક લાયકાતને લગતા પ્રશ્નો |
૧૦૦ |
ગુજરાતી |
||
|
કુલ |
૨૦૦ |
|
Application fees – મુખ્ય સેવિકા, વર્ગ-૩:
ફોર્મ ભરતી વખતે General
કેટેગરી Select કરી હોય તેવા તમામ ઉમેદવારોએ
અરજી ફી ભરવાની રહેશે. અહી અરજી ફી જનરલ ઉમેદવારોએ રૂ. ૧૦૦ + સર્વિસ ચાર્જ ઓનલાઇન
ભરવાનો રહેશે
ઓનલાઇન પરીક્ષા ફી
ભરવાની છેલ્લી તારીખ ૦૯/૦૫/૨૦૨૬ રહેશે.
ત્યારબાદ મંડળ દ્વારા કોઇ પણ સંજોગોમાં અન્ય કોઇ પણ રીતે (લેઇટ ફી લઈને પણ) પરીક્ષા ફી સ્વીકારવામાં આવશે નહીં.
How to Apply – મુખ્ય સેવિકા, વર્ગ-૩ 2026:
આ જાહેરાતમાં અરજી કરવા
માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૧૮/૦૪/૨૦૨૬ થી તા.૦૯/૦૫/૨૦૨૬ દરમિયાન ઓનલાઇન અરજી
કરવાની રહેશે.
અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર જવું.
૨. ત્યાર બાદ “Current
Advertisment”માં “View All” Click કરવાથી “Select Advertisment by Department”માં Gujarat
Panchayat Service Selection Board સિલેક્ટ કરવું.
૩. ઉમેદવારે મુખ્ય સેવિકા,વર્ગ-૩ સંવર્ગની
જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર Click કરી Apply પર
Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply now ના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click
કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply
now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં
“Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે
ભરવાની રહેશે.
૫. “Personal
Details” ભરાયા બાદ “Educational Details” ભરવાની
રહેશે.
૬. ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save”
પર ક્લિક કરવાથી “Application Number” Generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રાખવો.
૮. ઉમેદવારે માગ્યા
મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
૯. હવે “Confirm
Application” પર ક્લિક કરો
અને “Application Number” તથા Birth Date type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm
Application” દેખાશે. જો
ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી લેવો.
ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm Number” આવશે. તેને ઉમેદવારે
સાચવવાનો રહેશે.
૧૦. “Confirm Number” નંબર નાખીને ઉમેદવારે
પોતાના અરજીપત્રકની Printની નકલ કાઢી લેવાની રહેશે.
Important Dates –
GPSSB મુખ્ય સેવિકા, વર્ગ-૩ 2026:
|
જગ્યાનું નામ |
GPSSB મુખ્ય સેવિકા
વર્ગ-૩ |
|
ઓન
લાઇન અરજી ફોર્મ ભરવાની શરુઆત તારીખ |
તા.૧૮/૦૪/૨૦૨૬ |
|
ઓન
લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
તા.૦૯/૦૫/૨૦૨૬ |
|
ઓન
લાઇન અરજીફોર્મ ફી ભરવાની છેલ્લી તારીખ |
તા.0૯/૦૫/૨૦૨૬ |
|
સંભવિત
ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે. |
Important Links –
GPSSB મુખ્ય સેવિકા, વર્ગ–૩ Bharti:
|
મહત્વની લિંક |
Link |
|
જાહેરાત માટે |
|
|
ઓન લાઇન અરજી કરવા માટે |
|
|
વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ |
મહત્વની નોંધ :

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો