ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ વિદ્યાસહાયક ભરતી વર્ષ -૨૦૨૪ના ઉમેદવારો માટે મહત્વની સૂચનાવો
ઉમેદવારો
મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપો
૧. વિદ્યાસહાયકના
મેરીટ યાદી તૈયાર કરવાનની પ્રક્રિયા ચાલુ
૨. જે
ઉમેદવારો ચાલુ નોકરીએ અભ્યાસ કરેલ તેની પીટીશનનો સુનવાણી થઇ.
૩.
વિદ્યાસહાયકનુ મેરીટ ઓફીસલ વેબસાઇટ https://vsb.dpegujarat.in પર મુકવામાં આવશે. તમે અમારી વેબસાઇટ www.jobsarakari.in ની પણ વિઝિટ કરી શકો છો.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક પસંદગી સમિતિ ગાંધીનગર દ્વારા તા
૦૪/૦૯/૨૦૨૫ના રોજ એક મહત્વની સૂચના વેબસાઇટ પર પ્રસિદ્વ કરવામાં આવેલ છે. જેમા
જણાવવામાં આવેલ છે કે ગણા લાંબા સમયથી વિલંબમાં પડેલ વિદ્યાસહાયક(ધોરણ -૬થી૮ગુજરાતી
માધ્યમ)ની ભરતીના ઉમેદવારોની જાણ માટે ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સૂચનામાં જણાવવામાં આવેલ છે. કે નામ.વડી અદાલતમાં દાખલ થયેલ
સ્પે.સિ.એ.નં ૮૧૬૯/૨૦૨૫ અને સંલગ્ન પેટેશનમાં તા ૨૪/૦૭/૨૦૨૫ના રોજ આપેલ ઓર્ડર
અન્વયે જ્ઞાનસહાયક કે અન્ય જગ્યાએ ચાલું નોકરી દરમ્યાન નિયમિત અભ્યાસથી મેળવેલ
લાયકાત વાળા ઉમેદવારોને રૂબરૂ સાંભળવા માટે એક સમિતિની રચના કરવામાં આવેલ હતી. આ
સમિતિ દ્વારા તા૧૩/૦૮/૨૦૨૫ થી તા ૨૩/૦૮/૨૦૨૫ દરમ્યાન ઉમેદવારોને રૂબરૂ સુનવાણી અંગેની પ્રક્રિયા પૂર્ણ થયેલ છે.
આ સુનવાણીની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેને લગતી કાર્યવાહી અત્યારે ચાલું છે.
આ કાર્યવાહી પૂર્ણ થયેથી વિદ્યાસહાયક ભરતી ( ધોરણ -૬ થી ૮ ગુજરાતી માધ્યમ)વર્ષ
૨૦૨૪ના ઉમેદવારોની મેરીટ યાદી પ્રસિદ્વ કરી જિલ્લા પસંદગીની પ્રક્રિયા સત્વરે હાથ
ધરવામા આવશે જેની ઉમેદવારોએ નોધ લેવી.
આ ભરતી પ્રક્રિયાની તમામ માહિતી/વિગતો વેબસાઇટ ઉપર મુકવામાં
આવનાર હોય તમામ ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા હાલુ રહે ત્યા સુધી નિયમિત રીતે ઓફીસલ
વેબસાઇટ https://vsb.dpegujarat.in જોવા જણાવામાં આવે છે.
જેથી ઉમેદવારોને મેરીટ યાદી અને જિલ્લા પસંદગી યાદીની જાણકારી મળી રહે. મહત્વની નોંધ :
ઉમેદવારોએ
સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમોને જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલ
માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહિતી અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મમાંથી સંદર્ભ લઇને
લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ચૂક રહેવાની સંભાવના રહેલી જેથી સરકારશ્રી દ્વારા
જાહેર થયેલા નિયમો જ આખરી ગણાશે.

.jpeg)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો