આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીમાં ઉમેદવરોને મુજવતાં પ્રશ્નો
|
૧. ઉંમરમાં છૂટછાટ કોને કોને મળે. |
જવાબ: આ ભરતીમાં ઉમેદવાર કોઇ પણ
કેટેગરી જેવી કી (એસ.સી./એસ.ટી./શા.સૈ.પછાત/જનરલ/આર્થીક રીતે પછાત/વિધવા બહેનો/ છૂટછાટવાળી બહેનો)વગેરેને ભરતીની
જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉંમરમાં છૂટછાટ મળતી નથી. બધા માટે ઉંમરના ધારા ધોરણ સરખા
જ છૂટછાટ છે.
|
૨.મારે ગુણ/માર્ક્સ ખોટા લખાય ગયા છે. ફરી
ફોર્મ ભરાય ??? |
જવાબ: ફોર્મ એક જ વાર ભરી શકાય.
|
૩. મારી પાસે જાતિના દાખલાની ઝેરોક્ષ છે.તો
ફોર્મમાં અપલોડ કરી શકાય |
જવાબ : જાહેરાતના ઠરાવમાં
જણાવ્યા મુજબ બધા ઓરેજનલ પ્રમાણપત્રોને સ્કેન કરીને ઉપલોડ કરવાના હોય છે. જેથી
ઝેરોક્ષ કામ લાગશે નહી.
|
૪. ફોર્મ ભરતા ભુલમાં અટકના ખાનામાં
નામ લખાય ગયું છે. તો ફોર્મ રીજેક્ટ થાય
? |
જવાબ : હા (જાહેરાતમાં ફોર્મ
ભરવાની માહીતી આપવામાં આવી છે તેમાં તમે જે પણ જિલ્લાના હોય ત્યાંનો એક હેલ્પ લાઇન
નંબર આપવામાં આવ્યો છે. જેના ઉપર ફોન કરીને તમે તમારા પ્રશ્નોનુ નિરાકરણ કરી શકો છે.)
|
૫. અમારા વોર્ડમાં જગ્યા નથી તો બાજુના
વોર્ડમાં ફોર્મ ભરી શકાય ??? |
જવાબ : જો તમે નગરપાલીકા કે મહાનગરપાલીકામાં
રહેતા હોય તો તમારે પોતાના વોર્ડમાં જ ફોર્મ ભરવાનું રહેશે. જો તમે ગ્રામ પંચયતમાં
રહેતા હોય તો વોર્ડનો નિયમ લાગતો નથી.
|
૬. ફોર્મ ભરતા વોર્ડ નંબર લખવામાં ભૂલ
થઇ ગઇ છે. શું કરી શકાય ફરી ફોર્મ ભરી શકાય કે ભૂલ સુધારી શકાય
??? |
જવાબ : આના માટે તમારે તમારા જિલ્લાનો જે હેલ્પ લાઇન નંબર
આપવામાં આવ્યો છે. તેના ઉપર ફોન કરીને માહિતી મેળવી શકાય.
|
૭. B.Ed. રીસલ્ટ આવી ગયું છે. પણ માર્કશીટ આવેલ નથી.
Form ભરવામાં B.Ed.નો ઉલ્લેખ કરી કરી શકાય . |
જવાબ : આના માટે તમારે હેલ્પ લાઇન નંબર પર ફોન કરી ને માહીતી
મેળવીને જ ફોર્મ ભરવું જોઇએ.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો