ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર
દ્વારા મહેસુલ
વિભાગ્ના નિયંત્રન હેઠળની કલેક્ટર કચેરી હસ્તકની “મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની
કુલ-૨૩૮૯ જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની
પ્રક્રીયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી OJAS વેબસાઇડ મારફતે
ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર
તા.૨૬/૦૫/૨૦૨૫(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૧૨/૦૬/૨૦૨૫(સમય રાત્રિના ૧૧:૫૯ કલાક
સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
ભરતી પ્રક્રીયા
સબંધેની તમામ સૂચનાઓ મંડલળની વેબસાઇડ https://ojas.gujarat.gov.in મૂકવામાં આવશે.
તેથી સમયાંતરે મંડળની વેબસાઇડ અચૂક જોતા રહેવું.
ઉમેદવારોએ ઓન
લાઇન અરજી કરતા સમયે પોતના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જરુરી છે. જેથી અરજી
પત્રકમાં સાચી માહીતી ભરી શકાય.
“મહેસુલ તલાટી“ ,વર્ગ-૩ સંવર્ગની કુલ જગ્યાની માહિતી :
કુલ જગ્યાઓ ૨૩૮૯ છે જેને ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લા મુજબ અને કેટેગરી પ્રમાણે ફાળવણી કરવામાં આવેલ છે જે ઉમેદવારોએ ઓફિસલ જાહેરાતમાં જોઇ લેવા અનુરોધ કરવામાં આવે છે. "મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની શૈક્ષણિક લાયકાત :
૧. સરકાર માન્ય સંસ્થામાંથી સ્નાતકની લાયકાત હોવી જોઇએ
૨. ઉમેદવાર
કમ્પ્યુટરનુ બેઝિક ધરાવતા હોવા જોઇએ.
૩. ગુજરતી અને
હિંદી ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતા હોવા જોઇએ
“મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની વયમર્યાદા :
અરજી કરવાની છેલ્લી
તારીખે ઉમેદવારની ઉંમર ૨૦ વર્ષ પૂરા કરેલા હોવા જોઇએ અને ૩૫ વર્ષ પૂરા કરેલા ન
હોવી જોઇએ.
(સામાન્ય વર્ગના
મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ
ઉમેદવારોને સરકારના નિયમોનુસર વયમર્યાદામાં છૂટછાટ મળ્વાપાત્ર રહેશે.)
"મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની પગારધોરણ :
સરકારશ્રીના
નિયમમુજબ પસંદગી પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતીમાસ રૂ.૨૬૦૦૦/ના
ફિક્સ પગારથી નિમણૂક અપાશે
પાંચ વર્ષના
અંતે ઉમેદવારની સેવાઓ સંતોષકારક જણાયેથી સંબંધીત કચેરીમાં સાતમાં પગાર પંચના
રૂ.૧૯૯૦૦/-થી રૂ.૬૩૨૦૦/-(લેવલ-૨)ના પગારધોરણમાં નિયમિત નિમણૂક મેળવવાને પાત્ર થશે.
"મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા પદ્વતિ :
મહેસુલ વિભાગના
તા.૨૨/૦૫/.૨૨/૦૫/૨૦૨૫ના જાહેરનામાં ક્રમાંક :- GM/2025/11/12256/N-PF-1 સીધી ભરતીના મહેસૂલ તલાટીની જગ્યાઓ
ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્વતી અનુસાર પરીક્ષા એક તબક્કામાં હેતુલક્ષી MCQ (Multiple Choice Question) પ્રકારના પ્રશ્નોવાળી CBRT/OMR(Computer Based Respose Test / Optical Mark Recognisation) પદ્વતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. (નોંધ :
અભ્યાસક્રમની વિષયવસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લયકાત મુજબ રહેશે.)
પ્રથમ તબક્કાઓ : પ્રાથમિક
પરીક્ષા (MCQ આધારીત રહેશે.)
કુલ ૨૦૦ માર્ક્સની પરીક્ષા રહેશે (૪૦ ટકા માર્ક્સ
લાવાંકા રહેશે.)
બિજો તબક્કો : મુખ્ય
પરીક્ષાનો રહેશે.
૧. પ્રથમ તબક્કાની પરીક્ષા બાદ મહેસૂલ વિભાગના
તા.૨૨/૦૫/૨૦૨૫ના જાહેરનામાં મુજબ વર્ણાત્મક સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે.
૨ મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ ઓફિસલ જાહેરાતમાં
જોઇ લેવા અનુરોધ છે.
"મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગની પરીક્ષા ફી :
ગુજરાત
ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફી નું ધોરણ |
||
|
બિન
અનામત વર્ગ |
અનામત
વર્ગના તમામ ઉમેદવારો માટે |
પ્રથમિક
પરીક્ષા |
રૂ.
૫૦૦/- |
રૂ.
૪૦૦/- |
આ પરીક્ષા જે ઉમેદવારો ૪૦ ટકા માર્કસ સાથે પાસ
કરશે તેને પરીક્ષા ફી પરત કરવામાં આવશે |
"મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગમાં અરજી કરવાની રીત :
આ જાહેરાતમાં
અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇડ પર
તા.૨૬/૦૫/૨૦૨૫(બપોરના ૧૪:૦૦ કલાક) થી તા. ૧૨/૦૬/૨૦૨૫(સમય રાત્રિના ૧૧:૫૯ કલાક
સુધી) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજીપત્રક ભરવા માટે
ઉમેદવારોએ નીચેના મુજબના સ્ટેપ અનુસારવા પડશે.
૧. સૌ પ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઇટ પર
જવું.
૨. ત્યાર બાદ “On line Application”માં Apply પર Click કરવું અને GSSSB સિલેક્ટ કરવું.
૩. “
મહેસુલ તલાટી “ વર્ગ-3 સંવર્ગમાં ઉમેદવારી કરવા માટે
તેના નામ પર Click કરી Apply પર Click કરવું. ત્યારબાદ સ્ક્રીન પર More Details અને Apply nowના ઓપ્શન ખૂલશે. જેમાં More Details પર Click કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે. જે ઉમેદવારોએ વાંચી જવી.
૪. “Apply now” પર Click કરવાથી નવી વિન્ડો ખુલશે. જેમાં “Skip” પર ક્લિક કરવાથી Application Format ખુલશે. જેમાં સૌ પ્રથમ “Personal Details” ઉમેદવારે ભરવાની રહેશે.
૫. “Personal Details” ભરાયા બાદ “Educational
Details” ભરવાની રહેશે.
૬. ત્યારબાદ “Assurance”(બાંહેધરી)માં દર્શાવેલ શરતો સ્વીકારવા માટે ”Yes” Select કરી “Save” પર ક્લિક કરવું હવે અરજી
પૂર્ણ રીતે ભરાઇ ગયેલ છે.
૭. “Save” પર ક્લિક કરવાથી “Application Number” generate થયેલ હશે. તે ઉમેદવારે સાચવીને રખવો.
૮. ઉમેદવારે
માગ્યા મુજબની સાઇજમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
૯. હવે “Confirm Application” પર ક્લિક કરો અને “Application Number” તથા Birth Date
type કર્યા બાદ Ok પર Basic Details અને “Confirm
Application” દેખાશે. જો ઉમેદવારની કોઇ ભુલ થઇ હોય તો Edit કરી સુધારો કરી
લેવો. ત્યારબાદ “Confirm Application” પર ક્લિક કરવું. ત્યારબાદ “Confirm
Number” આવશે. તેને ઉમેદવારે સાચવવાનો રહેશે.
૧૦. “Confirm
Number” નંબર નાખીને ઉમેદવારે પોતાના
અરજીપત્રક્ની Printની નકલ કાઢી લેવાની રહેશે.
"મહેસુલ તલાટી“,વર્ગ-૩ સંવર્ગમાં અરજી કરવાની મહત્વની તારીખો :
જગ્યાનું નામ |
“ મહેસુલ તલાટી “ વર્ગ-3 |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ |
૨૬/0૫/૨૦૨૫ |
ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ |
૧૨/0૬/૨૦૨૫ |
ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ |
૧૨/0૬/૨૦૨૫ |
સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ |
ટૂંક સમયમાં જાહેર થશે |
મહત્વની નોંધ :
ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ
જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ
જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના
રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે
અનુરોધ કરવામાં આવે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો