બુધવાર, 16 જુલાઈ, 2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની ભરતી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ / સો.વે..મે ખાતા માટે સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જગ્યાઓ પર ભરતી કરવા માટે નીચે  આપેલી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તા.૧૬/૦૭/૨૦૨૫ના રોજ થી ૩૦/૦૭/૨૦૨૫ (૨૩.૫૯ ક્લાક) સુધીમાં મળે તે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસલ વેબ સાઇડ પર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે.

સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટર જગ્યાઓ માટેની શૈક્ષણિક લાયકાત અને અન્ય શરતો નીચે મુજબ આપવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસલ વેબ સાઇડ https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx  પર જઇને ઉમેદવારોએ ફોર્મ ભરવુ. તા.૧૬/૦૭/૨૦૨૫ થી ૩૦/૦૭/૨૦૨૫ સુધીમા અરજી કરવાની રહેશે.

ઉમેદવારોએ ઓન લાઇન અરજી કરતા સમયે અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવા જેથી અરજી પત્રકમાં સાચી માહીતી ભરી શકાય.ઉમેદવારોએ જાહેરાત બાબતે કોઇપણ જાણકારી માટે www.ahmedabadcity.gov.in અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસલ વેબ સાઇડ્ને જોતા રહેવું .

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ જગ્યાની માહિતી :

જગ્યાનું નામ

કુલ જગ્યાઓ

 કેટેગરી મુજબ જગ્યાઓ

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર

 

    ૮૪

બિન અનામત

આ.ન.વ.

સા.શૈ.પ. વર્ગ

અનુ.જાતિ

અનુ.જન. જાતિ

દિવ્યાંગ અનામત(જે તે કેટેગરીમાં સમાવેશ કરવામાં આવશે )

૩૫

૦૮

૨૪

૦૬

૧૧

૦૭

 

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની શૈક્ષણિક લાયકાત :

સરકાર માન્ય સંસ્થામાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરેલ હોવા જોઇએ.

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરનું પગાર ધોરણ :

જે ઉમેદવારો સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યામાં નિમણૂક પામશે તેમને નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. ૨૬૦૦૦/- નું માસિક વેતન મળશે. ત્યારબાદ કામગીરીના મૂલ્યંકાન બાદ, સાતમા પગારપંચ મુજબ લેવલ – ૪ પે મેટ્રીક્સ રૂ. ૨૫૫૦૦/૮૧૧૦૦ અને નિયમ મુજબ અન્ય લાભો મળવાપાત્ર રહેશે.

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીમાં ઉમેદવારની વયમર્યાદા :

ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૩૩ વર્ષથી વધુ ન હોવી જોઇએ

મૂળ ગુજરાતના અનામત કેટેગરીના ઉમેદવારોને જ અનામતનો લાભ મળશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદા લાગુ પડશે નહી.

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરનું નાગરિકત્વ :

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઇએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ના નિયમો-૭ની જોગવાઇ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઇએ.

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર પરીક્ષા ફી :

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતીની પરીક્ષા ફી નું ધોરણ

 

બિન અનામત વર્ગ

અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે

પરીક્ષા ફી

રૂ. ૫૦૦/-

રૂ. ૨૫૦/-

ઓનલાઇન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ ૦૨/૦૮/૨૦૨૫ રહેશે.

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરની જગ્યા પર અરજી કેવી રીતે કરેવી :

  •  સૌ પ્રથમ ઉમેદવારોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપેલ નીચેની લિંક પર જવું https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx   
  • જે તે જગ્યા સામે દર્શાવેલ Apply Online પર ક્લિક કરવું.
  • Open થયેલા અરજીપત્રક ફોર્મમાં માગ્યા મુજબની માહીતી ભર્યા પછી અરજી Submit કરવાની રહેશે.
  • અરજીપત્રક Submit થયા પછી અરજીપત્રકમાં દર્શાવેલ મોબાઇલ નંબર પર SMS આવશે જેમા ઉમેદવારનો Application નંબર આવશે.
  • ઓન લાઇન અરજીપત્રક Submit થયેથી ફી ભરવા માટેની એક સીધી લિંક ઓપન થશે. જેમાં જગ્યાનું નામ, એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ ભરીને Submit કરવાનું રહેશે.
  • જો કોઇ કારણસર લિંક ઓપન ન થાય તો નીચે આપેલ લિંક પર ક્લિક કરવું. https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx
  • Submit પર ક્લિંક કર્યા પછીપછી ગેટ વે પસંદ કરી ડેબિટ કાર્ડ,ક્રેડીટ કાર્ડ અથવા નેટ બેંકીગ થી પેમેંટની પ્રક્રીયા પૂર્ણ કરવાની રહેશે.
  • મોબાઇલ નંબર પર પેમેન્ટ સફળ થયાનો મેસેઝ આવે પછી જ Recruitment & Results લિંક પર જઇને Download Receipt જઇને અરજીપત્રકની રસિદ મેળવી લેવી.
  • જો ઉમેદવારને પેમેંટની પ્રક્રીયા પૂર્ણ કર્યા બાદ કોઇ કારણોસર પેમેંટ સફળ ન થાય તો ત્રણ કલાક પછી ફરી પેમેંટની પ્રક્રીયા કરવાની રહેશે.

 સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરમાં અરજી કરવાની મહત્વની તારીખો :

જગ્યાનું નામ

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટર

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની શરૂવાતની તારીખ

૧૬/0/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ભરવાની છેલ્લી તારીખ

૩૦/0૭/૨૦૨૫

ઓન લાઇન અરજીફોર્મ ફી ભરવાની તારીખ

૦૨/0૮/૨૦૨૫

સંભવિત ઓન લાઇન પરીક્ષા તારીખ

ટૂંક સમયમાં જાહેર થશે

સહાયક સેનેટરી ઇન્સ્પેક્ટરમાં અરજી કરતા ઉમેદવારો માટે મહત્વને લિંક

મહત્વની લિંક

Link

જાહેરાત માટે

https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx

ઓન લાઇન અરજી કરવા માટે


https://ahmedabadcity.gov.in/AMCWEBREC/HRMS/frmFeesPayment.aspx

ઓફિસલ વેબસાઇડ

 

www.ahmedabadcity.gov.in

 

વિઝિટ કરો અમારી ગુજરાતી વેબ સાઇટ 

 

 www.jobsarakari.in

 

મહત્વની નોંધ :

ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલા ઓફિસલ જાહેરાત જરૂરથી જોવાની રહેશે તેમાં આપવામાં આવેલ માહિતી  આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીની લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઇન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે.

 

 

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં ૨૨૭ જૂનિયર ક્લાર્કની ભરતી

ગુજરાત રાજયમાં આવેલી ચાર કૃષિ યુનિવર્સિટીઓ જેવી કે ૧. આણંદ કૃષિ યુનિવર્સિટી ૨.જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ૩. નવસારી કૃષિ યુનિવર્સિટી અને ૪. સરદા...