મંગળવાર, 2 સપ્ટેમ્બર, 2025

Forester Recrutitment Rules 2025


 ફોરેસ્ટર ભરતીમાં સરકારના ૨૦૨૫ના નિયમો, લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ, શારીરિક માપદંડ અને શારીરિક કસોટીની વિસ્તૃત માહિતી   ગુજરાત રાજ્યના સામાન્ય વહિવટી વિભાગ (GAD) દ્વારા વન વિભાગમાં ફોરેસ્ટર (વનપાલ)ની જગ્યા માટેની ભરતીના નવા નિયમો તૈયાર કર્યા

    જેની નોટીફિકેશન ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ૨૬ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ જાહેર કર્યુ  

    જેમાં ફોરેસ્ટર (વનપાલ) ની ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે

     જે નોટીફીકેશનમાં ફોરેસ્ટર (વનપાલ) ની ભરતી માટેની શૈક્ષણિક લઘુત્તમ લાયકાત ધોરણ -૧૨ હતી જે હવેથી સ્નાતક સ્તરની રાખવાનું નિયત થયેલ છે.

     તેમજ B.Sc.ઇન ફોરેસ્ટ ની લાયકાત ધરાવતા ઉમેદવારોને કુલ માર્કસના ૧૦ ટકા વધુ ગુણ આપવામાં આવશે. સરકારશ્રીના આ નિર્ણયથી ફોરેસ્ટ સંલગ્ન શૈક્ષણિક લાયકાત મેળવનાર ઉમેદવારોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે અગ્રતા મળશે .

     ફોરેસ્ટર (વનપાલ)ની ભરતી માટે પ્રથમ લેખિત પરીક્ષા ત્યાર બાદ ફિજિકલ ટેસ્ટ લેવામાં આવશે. તેની માહિતી મેળવીએ.

ફોરેસ્ટર(વનપાલ)ની ભરતી માં લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ

ક્રમ

વિષયો

પ્રશ્નો/ગુણ

જનરલ નોલેજ

૨૫ %

જનરલ ગણિત

૧૨.૫ %

ગુજરાતી ભાષા

૧૨.૫ %

પર્યાવરણ

૫૦ %

કુલ ગુણ

પ્રશ્નો -૧૦૦/ ગુણ - ૨૦૦

                                        

વર્ગ-૩ માં ફોરેસ્ટરની જગ્યા માટે લઘુત્તમ શારીરિક માપદંડ:  

પરિશિષ્ટ- ૧

૧ પુરુષ ઉમેદવારો માટે

વર્ગ

ઊંચાઇ

છાતી ફુલાવ્યા વગરની

છાતી ફુલાવેલી

વજન

ગુજરાત મુળના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર

૧૫૫ સે.મી.

૭૯ સે.મી.

૮૪ સે.મી.

૫૦ kg

ઉમેદવાર (ગુજરાત મુળના અનુસૂચિત જનજાતિ સિવાય )

૧૬૩ સે.મી

૭૯ સે.મી.

૮૪ સે.મી.

૫૦ kg

છાતી ફુલાવતી વખતે ૫ સે.મી. થી ઓછી હોવી જોઇએ નહિ.

૨ મહિલા ઉમેદવારો માટે

વર્ગ

ઊંચાઇ

વજન

ગુજરાત મુળના અનુસૂચિત જનજાતિ ઉમેદવાર

૧૪૫ સે.મી.

૪૫ kg

ઉમેદવાર(ગુજરાત મુળના અનુસૂચિત જનજાતિ સિવાય )

૧૫૦ સે.મી.

૪૫ kg

પરિશિષ્ટ- ૨

શારીરિક કસોટી

અનું.

શારીરિક તપાસ કસોટીની વિગતો

પુરુષ ઉમેદવાર

ભુતપૂર્વ સૈનિક પુરુષ ઉમેદવાર માટે

મહિલા ઉમેદવાર

ભુતપૂર્વ સૈનિક  મહિલા ઉમેદવાર માટે

૧૬૦૦ મીટર રનીંગ

૬ મીનીટ

૬.૩૦ મીનીટ

-

-

૮૦૦ મીટર રનીંગ

-

 

૪ મીનીટ

૪.૨૦ મીનીટ

ઉચો કૂદકો

૪ ફુટ ૩ ઇંચ

૪ ફુટ

૩ ફુટ

૨ ફુટ ૯ ઇન્ચ

લાંબી કૂદકો

૧૫ ફુટ

૧૪ ફુટ

૯ ફુટ

૮ ફુટ

પુલ-અપ્સ (છાતીની બાજુ તરફ હાથ)

-

-

રસ્સા ચઢ

૧૮ ફુટ

૧૮ ફુટ

-

-

 

     ફોરેસ્ટર (વનપાલ)ની ભરતી માટે પ્રથમ લેખિત પરીક્ષા ત્યાર બાદ ફિજિકલ ટેસ્ટ લેવામાં આવશે જે પરીક્ષા કુલ ૨૦૦ માર્કસ ની ૧૦૦ પ્રશ્નો આધારિત હશે અને તેમાં પાસ થયેલા પૈકી કુલ જગ્યાના ૧૫ ગણા ઉમેદવારોને ફિજીકલ ટેસ્ટ માટે સામેલ કરાશે ત્યાર બાદ અગ્રતા ક્રમની આખરી મેરીટ યાદી તૈયાર થશે. તથા ફોરેસ્ટર (વનપાલ)ની ભરતી ટુંક સમયમાં આવવાની સંભાવના છે. 

મહત્વની નોંધ :

       ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમો અને અભ્યાસક્રામને   જરૂરથી જોવાની રહેશે. તેમાં આપવામાં આવેલ માહિતી આખરી ગણાશે. આ બ્લોગમાં આપવામાં આવેલ માહિતી  અલગ અલગ પ્રકારના પ્લેટફોર્મમાંથી સંદર્ભ લઇને લખવામાં આવેલ છે. જેથી બ્લોગમાં ચૂક રહેવાની સંભાવના રહેલી જેથી ઉમેદવારોએ સરકારશ્રી દ્વારા જાહેર થયેલા નિયમો અને અભ્યાસક્રામને જરૂરથી જોવાની રહેશે તે જ આખરી ગણાશે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ગાંધીનગર મહાનગર પાલિકામાં ફાયરમેન કમ ડ્રાઇવર, વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યાઓ પર ભરતી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ( GSSSB) , ગાંધીનગર દ્વારા   ગાંધીનગર મહાનગર પાલિકા હસ્તકના ફાયરમેન કમ ડ્રાઇવર , વર્ગ-૩ સંવર્ગની કુલ ૧૩૮ જગ્યા...